Dakshin Gujarat

રજાના દિવસે પ્રતિબંધ છતા દમણમાં પર્યટકો ઉભરાયા

દમણ: (Daman) દમણ પ્રશાસને ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાન ઉપર લઈ પ્રદેશનાં તમામ હરવા ફરવા લાયક સ્થળોને શનિ-રવિ અને જાહેર રજાઓ સિવાયનાં દિવસે ખુલ્લા મુકવાનો આદેશ કર્યો હતો. જેને લઈ મોટી સંખ્યામાં પર્યટકો (Tourist) દમણની સહેલગાહે આવી રહ્યા છે. ત્યારે રવિવારે (Sunday) દમણનાં જામપોર અને નાની દમણ સી-ફેસ જેટી અને મરવડ દરિયા કિનારે મોટી સંખ્યાંમાં સુરત (Surat), નવસારી, બરોડા, ભરૂચ, મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતનાં પર્યટકો ખાણી પીણી અને મોજ મસ્તી કરવા ઉમટી પડ્યા હતા. પર્યટકો પોલીસ દ્વારા અપાયેલી ચેતવણીની દરકાર કર્યા વગર મજા માણી રહ્યા હતા. પોલીસે (Police) કિનારા પાસે જઈ તેમને આખરી ચેતવણી આપતા પર્યટકો બહાર નીકળવા મજબૂર બન્યા હતા.

એક તરફ વરસાદે પણ હાથતાળી આપતા જુલાઈ માસમાં જે વરસાદ પડવો જોઈએ એ નહીં પડતાં બફારાની સ્થિતિ પણ જોવા મળી હતી. જેને લઈ મોટાભાગનાં પર્યટકો પોતાના અને પરિવારનાં જીવને જોખમમાં મુકી જોખમી દરિયામાં નાહવાની મજા માણી હતી. સુરતથી પણ પ્રવાસીઓ દમણ પહોંચ્યા હતા અને બીચમાં રવિવારની રજા માણી હતી. આ બાબતની જાણ દમણ પોલીસને થતાં પોલીસે નાની દમણનો દરિયો જે નાહવા માટે અતિજોખમી હોય એને ધ્યાન ઉપર લઈ પોલીસે દરિયા કિનારે (Beach) એનાઉન્સમેન્ટ કરી લોકોને દરિયામાંથી બહાર નીકળવા ચેતવણી આપી હતી. જ્યાં અમુક પર્યટકો પોલીસ દ્વારા અપાયેલી ચેતવણીની દરકાર કર્યા વગર મજા માણી રહ્યા હતા. ત્યાં પોલીસે કિનારા પાસે જઈ તેમને આખરી ચેતવણી આપતા તેઓ બહાર નીકળવા મજબૂર બન્યા હતા.

પ્રશાસન આદેશનું પાલન નહીં કરાવે તો કોરોના વધી શકે
લોકડાઉન અને હરવા ફરવાના સ્થળો બંધ હોવાથી લોકો અકળાયા હતા ત્યારે દમણ પ્રશાસને હરવા ફરવા લાયક સ્થળો ઉપરથી પ્રતિબંધ હટાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડી ગયો હતો. ત્યારે જો આ પ્રમાણે જ લોકો બેદરકારી દાખવી હરતા ફરતા રહેશે તો આગામી દિવસોમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળશે એમાં બે મત નથી. ત્યારે પ્રશાસન શનિ-રવિ અને રજાઓના દિવસે હરવા ફરવા લાયક સ્થળોને બંધ રાખવાનો આદેશ કર્યો હોય ત્યારે કરાયેલા આદેશનું પાલન પણ ચુસ્ત પણે થાય એ જરૂરી બન્યું છે.

Most Popular

To Top