Charchapatra

પ્રાણી સાથેના માનવસંબંધમાં ઝૂનોસિસનો ખતરો

વિશ્વ ઝુનોસિસ દિવસ .પ્રાણીઓમાં ને પ્રાણીઓમાં ફેલાતો ચેપ  “ઝુનોસિસ” અને પ્રાણીમાંથી માણસમાં ફેલાતો ચેપ “ ઝુનોટિક” કહેવાય. કોરોનાના ઉદ્ભવ અને થિયરીએ આ વાતને વધુ પ્રસ્તુત કરી છે.  ગામ/ નગરની ફરતે એક નેબારહુડ ( જંગલ જેવું) રહેતું જેમાંની વનસ્પતિ, પ્રાણી, પક્ષીની અલગ દુનિયા. એમના રોગ પણ અંદર અંદર ફેલાતા રહેતા. ક્યારેક માનવ એ વિસ્તારમાં પ્રવેશે ત્યારે કોઈક વાર કોઈ સમયે એને પણ એમાંથી ચેપ લાગી જતો. જેટલાં ગામ/ શહેરો વિસ્તરતાં ગયાં, માનવવસ્તી વધતી ગઈ, પર્યાવરણના બદલાવ વધ્યા તેટલા ઝુનોટિક ચેપ નવા આવવા માંડ્યા અને વધવા માંડ્યા. આ રોગ નવા છે. એના નિદાન અને સારવારની મર્યાદા છે. આથી “One Health” નો સમય છે. ઇકોલોજી સંવર્ધન અને માનવવસ્તીનું રક્ષણ નહીં કરી શકીશું તો  ઘટનાઓ વધતી જવાની શક્યતાઓ પણ વધતી જશે.સમજીએ તો સારું.

સુરત     – ડો.વિકાસબેન દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top