Charchapatra

કેન્દ્રીય મંત્રી મંડળમાં દર્શનાબેન, હવે અપેક્ષાઓ પૂરી થશે

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ડાયમંડ સિલ્ક સીટી નર્મદનગરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ત્રણ ટર્મથી ચૂંટાતાં સાંસદ દર્શના જરદોષને કેન્દ્રીય મંત્રી મંડળમાં ટેક્ષ્ટાઇલ અને રેલવે જેવું મહત્ત્વનું ખાતું આપીને સુરતને પ્રતિનિધિત્વ આપ્યું એ આપણા સહુ માટે આનંદ અને ગૌરવની વાત છે. હવે સુરતની આમ જનતાને ઉદ્યોગોના પ્રશ્નોને  ન્યાય મળશે એવી આશા બંધાય છે. યુવાન અને ઉચ્ચ શિક્ષણ મેળવનારા સાંસદોને મોદીએ સ્થાન આપ્યું છે એ સારી નિશાની છે. બેરોજગારી, મંદી, બેકારીનો માહોલ દૂર થશે. યુવા ભાઇ બહેનોને નોકરી મળશે. રાષ્ટ્રની સીમાઓ સુરક્ષિત થશે. કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી કાબૂમાં લઇ આમ જનતાનો જીવનનિર્વાહ સરળતાથી થઇ શકે એવી અપેક્ષા છે. દર્શનાબેન શિક્ષિત, અભ્યાસુ, પ્રજાનાં નાડપારખુ સાંસદ છે. ઉદ્યોગ, રેલવે, ખેડૂતોના પ્રશ્નોને હવે દિલ્હી દરબારમાં સ્થાન મળશે ને ઉકેલાશે એવી શ્રધ્ધા રાખીએ.

સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top