Charchapatra

સ્ત્રી-પુરુષ સંબંધમાં નિખાલસતા

પવિત્ર નિખાલસ હૃદયને ખૂણેખાંચરે પડેલી પોતાની ઝંખનાને પ્રગટ કરનારાઓમાં વડીલો, વિધવાઓ, વિધુરો, યુવક-યુવતીઓ, સર્જકો, સંતો, સેવકો અને રાજકારણીઓ કોઇ સૌંદર્યવતી સ્ત્રી પ્રત્યે જરા જેટલું પણ આકર્ષણ ન અનુભવે તે મનુષ્ય સાધુ કે મહાત્મા કે ચારિત્ર્યવાન ન ગણાય. ગાંધીજી મહાત્મા હતા તો ય રવીન્દ્રનાથ ટાગોરની ભત્રીજી સરલાદેવી પ્રત્યે પૂરેપૂરા ખેંચાયા હતા અને લખ્યું કે એક અપવાદ બાદ કરતાં મેં કદી કોઇ સ્ત્રીને કામુકતાની નજરે જોઇ નથી. એ કિસ્સામાં પણ મારો હેતુ એને ભ્રષ્ટ કરવાનો ન હતો.

આમ છતાં મારે કબૂલ કરવું જોઇએ કે એ કિસ્સામાં મારો સ્પર્શ કામુકતા ધરાવનારો હતો. પ્રત્યેક નોર્મલ પરિણીત પુરુષ એક ગર્લફ્રેન્ડ અને પ્રત્યેક નોર્મલ પરિણીત સ્ત્રી એક બોયફ્રેન્ડ ઝંખે છે. આવી સાર્વત્રિક ઝંખનાને ગુનો ગણનારો વાસી સમાજ એક વિરલ મેન્ટલ હોસ્પિટલથી ઊતરતો ન ગણાય. ગુનો ન હોય તે બાબત પણ ગુનામાં ખપે. ત્યારે સજ્જનો દુ:ખી અને દુર્જનો સુખી જ સુખી?

ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top