Surat Main

સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી વેક્સિનેશનના શ્રીગણેશ: 12000થી વધુ લોકોને આપવામાં આવશે

સુરત: કોવિડની મહામારી (Covid pandemic) સામે એકમાત્ર હથિયાર એવી કોરોના વેક્સિન (Corona vaccine) મુકવા માટે સરકારે મોટા ઉપાડે ઝૂંબેશ શરૂ કર્યા બાદ વેક્સિનના પુરવઠાના અભાવે વેક્સિનેશન ઝુંબેશમાં ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

એક બાજુ ત્રીજા વેવની બીકથી શહેરીજનોમાં વેક્સિન પ્રત્યે સતત વધી રહેલી જાગૃતિ વચ્ચે હવે વેક્સિનની અછતના કારણે એક બાજુ લોકો વેક્સિન માટે વલખા મારી રહ્યાં છે તો બીજી બાજુ વેક્સિન નહીં હોવાથી સતત 3 દિવસથી વેક્સિનેશનની કામગીરી તદ્દન બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે વેક્સિનનો સ્ટોક મળવાનો હોય, મનપા દ્વારા 102 સેન્ટર પરથી 12000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે.

મનપા તંત્ર દ્વારા વેક્સિનેશન માટે 102 સેન્ટરોની જાહેરાત કરવામાં આવી છે. દરેક સેન્ટર પરથી 120 લોકોને વેક્સિન આપવામાં આવશે. બીજા ડોઝમાં કોવિન પોર્ટલ પરથી મેસેજ આવ્યો હોય તો તેને અગ્રીમતા આપવામાં આવશે. જ્યારે કોવેક્સિન માટે બે અલગ સેન્ટર રાખવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આજદિન સુધીમાં 60 લાખની વસતીમાં માત્ર 4.98 લાખ લોકોને બંને ડોઝ મળ્યા છે. જયારે 17.73 લાખ લોકોને માત્ર પહેલો ડોઝ મળ્યો છે. બીજા ડોઝ માટે મોટી સંખ્યામાં લોકો બાકી છે. વેક્સિન મોડી આવશે તો આ લોકોને બીજો ડોઝ આપવામાં મોટી મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે.

ભારતની સ્વદેશી રસી (Indian vaccine) ઉત્પાદક ભારત બાયોટેક (Bharat bio-tech) માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરીની રાહ જોઇ રહેલી ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxine)ને ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સ્વામિનાથ (Saumya swaminathan) દ્વારા પણ અસરકારક માનવામાં આવી રહી છે અને તેની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેકની રસી ‘કોવેક્સિન’ નો અંતિમ તબક્કા (Last stage)નો ડેટા સારો છે, જેને લઇ ડબ્લ્યુએચઓ તરફથી રસી માટે મંજૂરી મળવાની આશા વધી છે. તેમણે જણાવ્યું હતું કે રસીની એકંદર અસરકારકતા અનેક પ્રકારો સામે અસરકારક છે. 

જોકે ડેલ્ટા વેરિઅન્ટ સામે તેની અસરકારકતા અપેક્ષા કરતા ઓછી છે પરંતુ તે હજી પણ સારી છે. વૈજ્ઞાનિકે વધુમાં કહ્યું કે કોવેક્સિનની સલામતી પ્રોફાઇલ હજી સુધી તો ડબ્લ્યુએચઓના ધારા ધોરણોને પૂર્ણ કરે છે.

Most Popular

To Top