પલસાણાની દસ્તાન ફાટક ઉપરના રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીના વિરોધમાં બુધવારે એક રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેના સમર્થકો દ્વારા પાંચ દિવસના પ્રતીક ઉપવાસ બાદ ટ્રેન રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પ્રતીક ઉપવાસ પર આવેલા રાજકીય પાર્ટીના અધ્યક્ષ અને તેના નવ જેટલા સમર્થકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. અને તેમને પલસાણાથી મહુવા લઈ જવાયા હતા.
પલસાણાની દસ્તાન ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી વર્ષોથી ઠપ્પ છે.
જેને લઈ ભારતીય હિતરક્ષક પાર્ટીના અધ્યક્ષ અને તેના સમર્થકો પાંચ દિવસ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા અને આ રેલવે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવા માંગ કરી હતી. અને પાંચ દિવસના પ્રતીક ઉપવાસ બાદ ભારતીય હિતરક્ષક પાર્ટીના અધ્યક્ષ અને તેના સમર્થકોએ ટ્રેન રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ બુધવારે પ્રતીક ઉપવાસ પર આવેલા બી.એચ.પી.ના અધ્યક્ષ સુનીલ સોનાવણે, સચિવ આકાશ પરમાર, તાલુકા ઉપાધ્યક્ષ કિશોર ભાસ્કર, પ્રદેશ મહાસચિવ કિશોર પંડ્યા, સંગઠન મંત્રી જિતેન્દ્ર પરમાર, પ્રદેશ મહા સચિવ વિજયસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહાસચિવ પિનાક મોદી સહિત નવ જેટલા સમર્થકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી પલસાણાથી મહુવા પોલીસ સ્ટેશન લઈ જઈ સાંજે છોડવામાં આવ્યા હતા.