National

PM મોદીની સેના તૈયાર: મંત્રીઓએ લીધાં પદ અને ગોપનીયતાના શપથ

નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) નવી સેના તૈયાર થઈ ગઈ છે. સંસદ ભવનમાં મોદી સરકારના નવા મંત્રીમંડળનું (Cabinet) વિસ્તરણ કરવામાં આવ્યુ હતું. જેમાં 15 નવા કેબિનેટ મંત્રી અને 28 નવા રાજ્યમંત્રીઓએ શપથ લીધી હતી. રાષ્ટ્રપતિ (President) રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સંસદ ભવન પહોંચી ગયા હતાં. રાષ્ટ્રપતિ કોવિંદ જ નવા મંત્રીઓને શપથ (Oath) અપાવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. કુલ 43 લોકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 નવા લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, નારાયણ રાણે અને સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ સામેલ છે. 

મંત્રી બનનારા તમામ લોકોને વડા પ્રધાનના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી, દરેક વડા પ્રધાનને મળ્યા હતા. વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચેલા લોકોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના નારાયણ રાણે, કપિલ કામત, ઉત્તરાખંડના અજય ભટ્ટ અને સુરતના સાંસદ દર્શના જરદોશનો સમાવેશ થાય છે. આ સિવાય જેડીયુના પ્રમુખ આરસીપી સિંહ અને એલજેપીના પશુપતિ કુમાર પારસ પણ સામેલ છે. આ સિવાય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ રહી ચૂકેલા અશ્વિની વૈષ્ણવે પણ વડા પ્રધાનની મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવ ઓરિસ્સાથી ભાજપના રાજ્યસભા સાંસદ છે. આ બધા મંત્રીઓ બનાવવામાં આવી રહ્યા છે.

આ 43 નેતાઓએ લીધા શપથ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં 43 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, ડો.વિરેન્દ્રકુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરન રિજિજુ, રાજકુમાર સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવીયા, ભૂપીંદર યાદવ, પુરષોત્તમ રૂપાલા, જી. કિશન રેડ્ડી, અનુરાગસિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયાસિંહ પટેલ, સત્યપાલસિંહ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, ભાનુ પ્રતાપસિંહ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મીનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ. વર્મા, અજયકુમાર, ચૌહાણ દેવ સિંહ, ભગવંત ખુબા, કપિલ મોરેશ્વર પાટીલ, પ્રતિમા ભૌમિક, સુભાષ સરકાર, ભાગવત કિશનરાવ કરાડ, રાજકુમાર રંજન સિંહ, ભારતી પ્રવીણ પવાર, વિશ્વેશ્વર તુડુ, શાંતનુ ઠાકુર, મુંજપારા મહેન્દ્રભાઇ, જ્હોન બરલા, ડો. એલ મુરુગન, નીશિથ પ્રમાણિક.

12 મંત્રીઓના રાજીનામા મંજૂર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, ડો. હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સહિત 12 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. 

માનવામાં આવે છે કે ફેરફાર પછી આ મોદીની સૌથી યુવા અને ટેલન્ટેડ ટીમ બનશે. હકીકતમાં મોદીનું ફોકસ યુવા ટીમ સાથે કોરોના મહામારી અને એને લીધે ખરાબ થયેલી અર્થવ્યવસ્થાનું મેનેજમેન્ટ સુધારવા પર છે. જોકે આગામી વર્ષે 5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે.

Most Popular

To Top