National

મમતા બેનર્જીને કલકત્તા હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો,જાણો શું છે કારણ?

પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ( CM MAMTA BENARJI) કોલકાતા હાઈકોર્ટે ( KOLKATTA HIGHCOURT) મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે જજ પર સવાલ ઉઠાવવાના મામલે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કૌશિક ચંદાએ પોતાના પર લાગેલા આરોપો નિરાધાર જણાતા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પૈસાનો ઉપયોગ કોવિડ-19 પીડિત પરિવારોના સભ્યોની મદદ માટે કરાશે. અત્રે જણાવવાનું કે મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ( NANDIGRAM) હાર બાદ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી માટે જજ બદલવાની માગણી કરી હતી. મમતાએ જસ્ટિસ ચંદા પર ભાજપ ( BHAJAP) સાથે સંબંધનો આરોપ લગાવ્યો હતો.

જસ્ટિસ ચંદાએ આ કેસમાં 24 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો. તેમણે બુધવારે ચુકાદો સંભળાવતા કહ્યું કે મમતાએ ન્યાયતંત્રની છબીને ધૂંધળી કરવાની કોશિશ કરી છે. જોકે જસ્ટિસ ચંદાએ પોતે જ આ કેસમાંથી હટવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે એ વાત સમજાતી નથી કે આ કેસમાં હિતોનો ટકરાવ છે. અડચણ પેદા કરનારાઓને વિવાદ ચાલુ રાખવાની તક ન મળવી જોઈએ. જોકે કેસની ( CASE) સાથે બિનજરૂરી સમસ્યા ચાલુ રહે છે તો એ વાત ન્યાયના હિતોથી વિરુદ્ધ હશે.

કોર્ટની છબી ખરડવાનો આરોપ
કોર્ટે ( COURT) આ મામલે ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે મમતા બેનર્જીએ ન્યાયપાલિકાની છબી ખરડવાની કોશિશ કરી છે. આ અગાઉ અરજી દાખલ કરતી વખતે મમતા તરફથી કહેવાયું હતું કે જસ્ટિસ ચંદાનો ( JUSTICE CHANDA) કથિત ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ ભાજપના ( BHAJAP) નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. આવામાં તેમણે કેસથી હટી જવું જોઈએ.

નંદીગ્રામમાં ( NANDIGRAM) હાર પછી મમતાએ 7 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પછી સૌથી મોટો સવાલ એ હતો કે તે ચૂંટણી ક્યાંથી લડશે. અંતે તેમની પારંપારિક સીટ ભવાનીપુરથી જીતેલાટીએમસી( TMC ) ના ધારાસભ્ય શોભન દેવ ચેટર્જીએ રાજીનામું આપી દીધું. એ નક્કી છે કે મમતા અહીંથી ચૂંટણી લડશે. બંગાળમાં 2011ની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી તૃણમૂલ ( TRUNUMUL CONGRSS) ના સુબ્રત ચૂંટણી જીત્યા હતા. તેમના રાજીનામા પછી મમતાએ અહીં પેટા-ચૂંટણી લડી હતી અને જીતી મેળવી હતી. 2016માં પણ તે આ સીટથી લડ્યા અને જીત મેળવી હતી.

Most Popular

To Top