વડોદરા : મહાનગરપાલિકા દ્વારા કાશીવિશ્વનાથ મંદિરની પાછળ આવેલું તળાવ વરસાદમાં આજુબાજુની સોસાયટીમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે વગર વરસાદે પણ તળાવ છલોછલ ભરાયેલું હોય છે જેને લઇને કોંગ્રેસના કાઉન્સિલર રજૂઆત બાદ તંત્રએ ત્યાં સફાઇની કામગીરી શરૂ કરી હતી જ્યાં વસવાટ માં પાણી ના ભરાય તે માટે લાલબાગ બ્રિજ થી વિશ્વામિત્રી બ્રિજ નદીમાં ઉલેચવા માટે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મહાનગર પાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે. પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે. નાગરિકોને ચોખ્ખું પાણી આપી શકતી નથી.રોડ રસ્તા ઊબડખાબડ છે જેનું કામગીરી બરાબર કરવામાં આવતી નથી અને પ્રિમોન્સુન કામગીરી દર વર્ષે કરોડો રૂપિયા નાગરિકોના વેરાના પાણીમાં જાય છે.
સાંસદ રંજનબેન ભટ્ટ ભૂખી કાસ માં ઉતર્યા બાદ આજે મેયર અને કમિશનરે ભૂખી કાસ અને લાલબાગ બ્રિજ પાસે કાશી વિશ્વનાથ મંદિર ની પાછળ ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. આજ રોજ ઘણા સમયથી લાલબાગ બ્રિજ ની આજુ બાજુ ના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે આ વિષયની રજૂઆત કાયમ રહીશો દ્વારા કરવામાં આવી હતી.
ત્યારે શહેર ના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર કેયુર રોકડીયા તથા સ્થાયી અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ સાથે કોરોપોરેટર,અને કોંગ્રેસ ના કોર્પોરેટર બાળું સર્વે ઉપસ્થિત રહ્યા હતા. અને જે રીતે વરસાદી પાણી ભરાય છે તો કઈ રીતે તેનો હલ કરવામાં આવે તેની સમીક્ષા લીધી હતી. ત્યાર બાદ આવિષય વધુ જાણકારી મુન્સીપાલ કમિશનર શાલિની અગરવાલ દ્વારા જાણવાયું કે જે રીતે આ વિષતાર માં વરસાદી પાણી ભરાય છે. તો તેને લઈને કાચી કાશ બનવામાં કામગીરી શરૂ કરવમાં આવી છે.અને સાથે જે પાણી ભરાશે તે આ કાચી કાશ માંથી વિશ્વા મિત્રી માં છોડવામાં આવશે જે ને લઈને જે પાણી નો નિકાલ થઈ જશે. જેથી વરસાદ નું પાણી નહીં ભરાય અને ત્યાં ના સાથનીક ઓ ને રાહત મળશે. જેથી આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર મુલાકાત માટે આવ્યા હતા.
મેયર મેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે અને લાલબાગ ખાતે પાઇપ લાઇન નાંખવાની કામગીરી સવારે રોકવામાં આવી હતી ત્યારબાદ મોડી સાંજે કોઈ ઑલ્ટરનેટ વિકલ્પ ન મળતાં પાઇપ લાઈન લખવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી .જેથી વરસાદ પડે તો કાચી કાશ દ્વારા પાઇપલાઇન દ્વારા પાણી ઉલેચીને વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવશે જેથી સોસાયટીઓમાં પાણી ભરાય નહીં.
સ્થાનિક કોર્પોરેટર બાળું સુરવેએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જલદીમાં જલદી પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવે. જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહિ. હવે જ્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે વાદળો ઘેરાયેલા હોય છે .પરંતુ જો વરસાદ પડશે તો કામગીરી રોકાઈ જશે. જેથી યુદ્ધના ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે. છેલ્લા 20 વર્ષોથી નાગરિકો આ સમસ્યા થી હેરાન પરેશાન થઈ રહ્યા છે.
થોડા દિવસ અગાઉ સાંસદ રંજનબેન ભટ્ટ ભુખી કાસ ખાતે ઉતર્યાં હતા જ્યારે આજે પણ રંજનબેન ભટ્ટ નિઝામપુરા ખાતે આવેલી ભૂંખી કાંસમાં ગયા હતા અને તેમની સાથે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે ભૂખી કાશ ની મુલાકાત લીધી હતી.જ્યાં પાણી લીકેજ જે મોટા પાયે થઈ રહ્યો હતો તે રોકી દેવામાં આવી હતી. અને સફાઈ ના આદેશ મેયર કેયુર રોકડીયા એ પણ આપી દેવામાં આવ્યા હતા.