વડોદરા: સુપર બેકરી પાછળ કેટરર્સના ગોડાઉનમાં વિદેશી દારૂ-બિયરનો જંગી જથ્થો કટીંગ થતા પૂર્વે બાપોદ પોલીસે ઝડપી પાડયો હતો. સાડા ત્રણસો પેટી દારૂ-બિયરનો જથ્થો ચાર નંગ મોપેડ, બાઈક, ઈકો તથા બોલેરો સહિત વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સૂત્રધાર બંટી તિવારી તથા અનિલ ઉર્ફે એન્થોનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂના દુષણને કાબુમાં લેવા માટે તંત્ર ગમે તેટલુ સજ્જ હોય.
પરંતુ લિકર ગેંગ સામે હાથ ટૂંકા જ પડતા હોય. તેમ શહેરમાં લાખો રૂિપયાનો દારૂનો જંગી જથ્થો બિન્દાસ્ત પહોંચી જાય છે. સરદાર એસ્ટેટ પાછળ આવેલ ભગવતીનગરમાં કેટરિંગના ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂ-બિયરનો જથ્થો છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી બાપોદ પોલીસને મળી હતી. પીઆઈ જે.આઈ. પટેલ તથા સર્વેલન્સના સ્ટાફે આયોજનબધ્ધ છાપો સવારના પહોરમાં માર્યો હતો.
િવશાળ ગોડાઉનને ચોતરફથી ઘેરીને અંદર તપાસ કરતા વિદેશી દારૂ-બિયરની થોકબંધ પેટીઓ કેટલાક ઈસમો સગેવગે કરવા વાહનોમાં મૂકતા હતા. પોલીસ કાફલો જોતા જ માથાભારે તત્વોએ નાસભાગ કરવાની પેરવી કરી હતી. પરંતુ પોલીસે તમામને ઝડપી પાડયા હતા. પોલીસે દારૂના જથ્થાની ગણતરી કરતા 345 પેટીમાં 1656 દારૂની મોટી બોટલ, 6096 કવાટરીયા તથા 1752 િબયરના ટીન મળી આવ્યા હતા.
ઘટનાસ્થળે બે સ્પ્લેન્ડર બાઈક, એક એકટીવા તથા ગ્રેઝીયા મોપેડ ઉપરાંત ઈક્કો તથા બોલેરો િપકઅપવાન હતી. ઝડપાયેલાઓમાં ભરત મહેશ કહાર (661, સવાદ કવાટર્સ, સંગમ વારસીયા રીંગ રોડ), 2. બલરામ કેશવદાસ શર્મા (મારૂતિનગર ક્રિષ્ણા મહારાજના મકાનમાં સયાજી ટાઉનશિપ મૂળ મધ્યપ્રદેશ), 3. સુરેશ ચીમનભાઈ રાજપુત (637, સંગમ સવાદ કવાર્ટર્સ વારસીયા રીંગ રોડ), 4. કમલેશ દશરથ જયસ્વાલ, રામખેડા તાલુકા સરદારપુર િજલ્લા ધાર, મધ્યપ્રદેશ, 5. બ્રિજેશ કૈલાસભાઈ રાજપુતનો મારૂતિનગર રાજુ ભરવાડના મકાનમાં સયાજી ટાઉનશિપનો સમાવેશ થાય છે.
આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં ચોંકાવનારી કબૂલાત કરતા જણાવેલ કે, દારૂનો જંગી જથ્થો બુટયા બંટી કૈલાસ તિવારી, મારૂતિનગર સરદાર અેસ્ટેટની પાછળ, આજવા રોડ અને કુખ્યાત બુટલેગર તથા હિસ્ટ્રિશિટર અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણીનો હોવાનું જણાવ્યું હતું. દારૂના જથ્થાની ગણતરી આશરે પાંચ કલાક સુધી ચાલી હતી. બાપોદ પોલીસે 19.61 લાખ મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.