સત્ય પર અસત્ય કેવી રીતે હાવી થઈ ગયું તે વાત સત્ય અને અસત્ય વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા એક વાર્તારૂપે તા.૨૮ જૂન ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ચાર્જીંગ પોઇન્ટ’ અંતર્ગત હેતા ભૂષણે ખૂબ જ અસરકારક રીતે સમજાવી છે. સંવાદ દ્વારા ખૂબ જ સુંદર છણાવટ કર્યા પછી તેઓ જણાવે છે કે દુનિયામાં કોઈનામાં નગ્ન સત્ય ખોજવાની, જાણવાની ઈચ્છા જ નથી અને તેને સ્વીકારવાની હિંમત પણ નથી. આખી વાત દરમ્યાન અસત્યે કેવી રીતે સત્યને મૂર્ખ બનાવી તેનાં કપડાં પહેરી લીધાં અને તેથી સત્યના કપડાંને જોઇને લોકો અસત્યને જ સત્ય માનવા લાગ્યા તે વાત બખૂબી સમજાવી છે. છેલ્લે તેઓશ્રી જણાવે છે કે આ છે આપણી દુનિયા અને સમાજની હકીકત, જ્યાં સત્યની હાર થાય છે અને અસત્યનો સ્વીકાર. હેતા ભૂષણે એકદમ વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો. સત્ય અને અસત્યના સંવાદ અને તેની વાર્તા વિશે વધુ વિગતે જાણવા માટે જેમણે હેતા ભૂષણનો આ લેખ ન વાંચ્યો હોય તેમને તે વાંચવા માટે ભલામણ છે. ‘ચાર્જીગ પોઇન્ટ’ની લેખિકાનું નામ હેતા ભૂષણ છે પણ ‘ગુજરાતમિત્ર’નું તેઓશ્રી એક આભૂષણ જ કહેવાય.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.