Vadodara

મફતમાં દૂધની 10 થેલી લેનાર જીગ્નેશ નાયકની સ્વેજલ વ્યાસ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ

વડોદરા: વડોદરાની ટિમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. દૂધના ભાવ વધારાના વિરોધમાં દૂધની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાથે ત્રણ વાર સેલ્ફી પડાવનાર જીગ્નેશ નાયક એ દૂધની 10 પહેલી લીધી હતી. ત્યારબાદ આજે તેઓએ ટીમ રિવોલ્યુશનના આયોજક સેજલ વ્યાસ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ દાખલ કરતા ગોરવા પોલીસે ત્રણ જણને ધરપકડ કરી હતી. જ્યારે જે સ્થળ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે દબાણ શાખાની ટીમલી જ્યાં દબાણ હટાવી દીધું હતું. વડોદરાની ટિમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.

દૂધના ભાવ વધારાના વિરોધમાં દૂધની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું પીએમ મોદી સાથે ત્રણ વાર સેલ્ફી પડાવનાર જીગ્નેશ નાયક એ દૂધની 10 પહેલી લીધી હતી દૂધના ભાવ વધારા નો નવતર વિરોધ કરનાર સ્વેજલ વ્યાસનું દૂધ મફતમાં પીધા બાદ જીગ્નેશ નાઈકે સેજલ વ્યાસ વિરુદ્ધ સોસિયલ ડિસ્ટન્સ ભંગની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુજલ વ્યાસે જ્યારે દૂધનું વિતરણ કર્યું હતું ત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો હતો. મોદીજી સાથે નો ફોટો બતાવી 10 દૂધની થેલી લેનાર જીગ્નેશ નાયક ખુદ માસ્ક વગર દેખાયો છે. તો શું સોશિયલ ડિસ્ટન્સની ભંગની ફરિયાદ જેને ફરિયાદ કરી તેની સામે પોલીસ નહીં કરે? ગોરવા પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.

દૂધના ભાવ વધારો નવતર વિરોધ કરનાર સ્વેજલ વ્યાસ દ્વારા ગતરોજ ગોરવા ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યાં આજે મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ ત્યાં નુ દબાણ દૂર કરીને ખુલ્લુ કરી દેવામાં આવી હતી. જેથી સ્વેજલ વ્યાસ બીજી વખત એ સ્થળ પર કાર્યક્રમ કરી શકે નહીં સેજલ વ્યાસે જણાવ્યું હતું કે કિન્નાખોરી રાખીને કામગીરી કરવામાં આવી છે. એક બાજુ મને મારી પર ખોટી ફરિયાદ કરી છે. બીજી બાજુ ગઈકાલે જ્યાં દૂધનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આજે સવારે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે મેરે કેવડીયા એ મોકલી તોડફોડ કરી સોસાયટીમાં ભાજપનો ખોફ ફેલાયો ટિમ રિવોલ્યુશન બીવાની નથી.

  • ભાજપે પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યા હતો – સ્વેજલ વ્યાસે જ્યાં દૂધ વિતરણનો કાર્યક્રમ હતો જ્યાં એજ દિવસે સાર્વજનિક કીટનો કાર્યક્રમ ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં થયેલ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા કરી જેમાં મેયર કેયુર રોકડિયા ,સાંસદ રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર વિરુદ્ધ જાહેરનામાના ભંગનો અને કોરોના ગાઇડ લાઇન નું કાયદો તોડતા તે બાબતે લેખિતમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જ્યાં સુધી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ નહીં કરે ત્યાં સુધી ગોરવા પોલીસ સ્ટેશનમાં ટિમ રિવોલ્યુશન ધરણા કરવામાં આવે છે. પરંતુ સ્વેજલ વ્યાસની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી ન હતી સ્વેજલ વ્યાસના પિતાની તબિયત બગડતાં જે અગાઉ જામીન ના લેવાનો ઈનકાર કર્યો હતો તેને જામીન લીધા હતા અને ભાજપનો જે કાર્યક્રમ હતો તેમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થયેલ હતું .જે ગોરવા પોલીસ સ્ટેશન ફરિયાદ ના લેતા તે ફરિયાદ કોર્ટમાં કેસ કરવામાં આવશે.
  • જીગ્નેશ ભાજપનો સભ્ય હોવાનો ઇનકાર- મોદીજી સાથે ફોટો બતાવી 10 ની દૂધની થેલી લેનાર જીગ્નેશના નાઈકે ભાજપનો સભ્ય હોવાનો કર્યો ઇનકાર, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી થયું. સેજલ વ્યાસ સામે દંડ વસુલ કરી આયોજક વિરુદ્ધ સોસિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ કરાઇ છે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છું જીગ્નેશ નાયક સામે પણ સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ થવી જોઈએ.

Most Popular

To Top