Vadodara

પ્રતાપનગર આર વી દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યા

વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 પ્રતાપનગરથી આર.વી.દેસાઈ રોડ પર આવેલી સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી દૂષિત પીવાનો પાણીની સમસ્યા છે. તેના કારણે પાણીજન્ય બીમારીનો ભોગ નાગરિકોને બનવું પડે તેમ છે  નાગરિકો દ્વારા વેરો ભરવા છતાં પણ રોજે પીવાના પાણીના જગ બહાર થી લાવવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટીની વાત કરતો હોય ત્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધા પીવાનું પાણી ચોખ્ખું આપવી શકતી નથી. નાગરિકો પાસે કરોડો રૂપિયા વેરા ઉઘરાવવામાં આવે છે અને જો વેરોના ન ભરે તો તેને દંડ અને વ્યાજ વસૂલ કરવામાં આવે છે.

પરંતુ હવે નાગરિકો વેરો ભરવા છતાં મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી તો પાલિકા સામે દંડ કોણ વસુલ કરશે ?  વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 પ્રતાપ નગર ,આર.વી.દેસાઈ રોડ પર ભોગીલાલ પાર્ક સોસાયટી, રાજેશ્વરી સોસાયટી, પરસન સોસાયટી, ગણેશ સોસાયટી શહિતની વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી નાગરિકોને પીવાનું પાણી દૂષિત અને ગંદુ આવી રહ્યું છે .તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈપણ નિકાલ ના આવતા સ્થાનિકો કોંગ્રેસ કોર્પોરેટર બાળું સુરવે ને રજુઆત કરી હતી.

બાળું સુરવે એ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે .જેમાં ડ્રેનેજનું પાણી પણ મિક્સ થાય છે હવે જ્યારે ચોમાસું આવી રહ્યું છે.  ત્યારે દૂષિત પાણી ના કારણે પાણી જન્ય  બીમારીના નો ભોગ નાગરિકોને બનવું પડે તેમ લાગે છે.નાગરિકો વેરાના પૈસા ભરવા છતાં પણ પીવાના પાણી માટે નાગરિકોને જગના રૂપિયા ખરચવા પડે છે. ડેપ્યુટી કમિશનર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ફરિયાદ આપી છે કે વહેલામાં વહેલી તકે પીવાના દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે.

Most Popular

To Top