વલસાડ: (Valsad) વાપીની એક યુવતીને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી વિધર્મી યુવકે ખોટી ઓળખાણ આપી લગ્ન કરવાની લાલચ આપી યુવતીનો નગ્ન વિડીયો વાઇરલ કરવા મુદ્દે યુવતીએ સાઇબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના સમયમાં સંડોવાયેલા યુવાન સહિત બેને ઝડપી પાડ્યા હતા.
વાપીની યુવતીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી. જેમાં વસીમ નામના યુવાને યુવતીને પોતે પરિણીત હોવા છતાં વાત છુપાવી પ્રેમ જાળમાં ફસાવી પોતે અલગ ધર્મનો હોવાનું જાણતો હોવા છતાં લગ્ન કરવા પ્રેમ સઘણીયા નામ ધારણ કર્યું હતું. લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતીની સંમતી વગર બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હતા. મોબાઈલ દ્વારા વોટસએપ માધ્યમથી તેના મ્મમી-પપ્પા સાથે વાત કરતા હોય તેવી વાતોની ચેટ કરાવી વધુ વિશ્વાસમાં લઈ આરોપીએ તેનો નગ્ન વિડીયો મોકલી વાતચીત કરી હતી. યુવતીનો નગ્ન વિડીયો માંગતા યુવતીએ ના પાડી દીધી હતી. જેથી યુવકે આપઘાત કરવાની ધમકી આપતા ફરિયાદીએ પોતાનો નગ્ન વિડીયો આરોપીને મોકલ્યો હતો.
જે વિડીયો વાઇરલ કરી ફરિયાદી યુવતીને બદનામ કરવાની ધમકી આપી તથા ફરિયાદીનો નગ્ન વિડીયો આરોપી વસીમની પત્ની શબનમે મેળવી લઈ ફરિયાદીને બદનામ કરવા વોટ્સએપના માધ્યમથી ફરિયાદીના પિતાના મોબાઈલ ઉપર ભોગ બનનારનો વિડીયો મોકલી તે વિડીયો વાઇરલ કરી બદનામ કરી ગુનો કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટના અંગે અને ગુનાની તપાસ પી.આઈ વી.એચ. જાડેજાને સોંપવામાં આવી હતી. ઘણા સંવેદનશીલ હોય અલગ અલગ ટીમ બનાવી વર્ક આઉટ કરી આરોપી વસીમ કમાલ મન્સૂરી અને તેની પત્ની શબનમ વસીમ (રહે.રુખિયા એપાર્ટમેન્ટ,સલવાવ વાપી)ની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે.
પારડીની સગીરાના ફોટા પાડી અશ્લીલ મેસેજ મોકલી ધમકી આપનાર યુવાન ઝડપાયો
સુરત : પારડીના એક ગામની આદિવાસી પરિવારની સગીરાના ફોટા મોબાઈલ ઉપર પાડી અને અશ્લીલ મેસેજ મોકલી યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી છેડતી કરનારની સામે સાયબર પોલીસને ફરિયાદ આપતા પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પારડીના એક ગામની સગીરાનો મોબાઈલ નંબર સ્મિત સુરેશ પટેલ નામના ગોઈમા ગામે રહેતા યુવાને યેન કેન પ્રકારે મેળવી યુવતીને અશ્લીલ મેસેજ મોકલી પરેશાન કરતો હતો. એટલુ જ નહીં યુવતીને પોતાની સાથે વાતચીત નહીં કરે તો યુવતીના તથા તેની માતાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી પીછો કરતો હતો. ઉપરાંત હાથ પકડી છેડતી કરવા સુધીની હરકત કરતા આખરે યુવતીએ બધી વાત પિતાને કરતા પિતાએ સાયબર પોલીસ મથકમાં પહોંચીને ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી સ્મિત પટેલને ઝડપી લીધો હતો. અગાઉ પણ આરોપી સ્મિતના સામે પોસ્કોનો ગુનો નોંધાયો હતો.