લવ જિહાદ સામેના કાયદાને તેનો અમલ શરૂ થતાંની સાથે વડોદરા અને વાપીએ બોણી કરાવી. સોશ્યલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સાથે પરણી જવાની ખાસ કરીને યુવતીઓની ઘેલછાને કારણે મવાલી તત્ત્વોને મોકળું મેદાન મળે છે. સંતાનોની જીવનસાથીની પસંદગીમાં વડીલોની ભૂમિકા ઘટી ત્યારથી લંપટ તત્ત્વો બેફામ બન્યાં છે. યુવા પેઢીને તેમના જીવનસાથી પસંદ કરવાનો હક્ક છે એ વાત સ્વીકારવા સાથે એક પ્રશ્ન એ થાય કે તમારી પસંદગીનું પાત્ર ટકોરાબંધ છે કે નહીં તે તમે પહેલી નજરમાં પારખી શકો છો? ધર્માંતરણ માટે લગ્ન કરીને છોકરીઓને ફસાવવા છળકપટ કરનારા યુવકોના સમાજની યુવતીઓ કેમ ધર્માંતર કરી બીજા ધર્મના લોકો સાથે જીવન નથી માંડતી? આ પ્રશ્નો પર શાંતિથી વિચાર કરવામાં આવશે તો લવ જિહાદના કિસ્સા ઘટી જશે અને યુવતીઓને પણ પ્રતીતિ થશે કે છળકપટ સાથે લગ્નજીવન શરૂ કરવા માંગતો જીવનસાથી લગ્નજીવનમાં કેટલો ઇમાનદાર રહેશે?
સુરત – સુનીલ રા. બર્મન આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.