સંયુક્ત કિસાન મોર્ચા (SKM) એ રવિવારે જાહેરાત કરી છે કે ચોમાસુ સત્ર દરમિયાન સંસદની સામે ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધમાં દરરોજ આશરે 200 કિસાનોનું ( FARMERS) એક જૂથ પ્રદર્શન કરશે. મોર્ચાએ વિપક્ષી સાંસદોને પણ ચેતવણી આપી છે કેવ તે ગૃહની અંદર અમારો અવાજ ઉઠાવે અથવા રાજીનામુ આપી દે. આ પહેલા 8 જુલાઈએ પેટ્રોલ-ડીઝલ ( PETROL – DISEAL ) અને એલપીજી ગેસની ( LPG GAS) વધતી કિંમતો વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ( PROTEST) થશે.
કૃષિ કાયદાના વિરોધમાં 40થી વધુ કિસાન સંગઠન, સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ પાછલા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યાં છે. એસકેએમે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, ચોમાસુ સત્ર શરૂ થયાના બે દિવસ પહેલા ગૃહની અંદર કાયદાનો વિરોધ કરવા માટે બધા વિપક્ષી સાંસદોને એક ચેતવણી પત્ર આપવામાં આવશે.
ચોમાસુ સેશન નજીક છે ત્યારે કોંગ્રેસ ફરી એક વખત રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યાં હતા. તેમણે પૂછ્યું હતું કે વડાપ્રધાન આ ડીલની સંયુક્ત સંસદીય કમિટી એટલે કે JPCની તપાસથી શાં માટે બચી રહી છે. તેના જવાબમાં તેમણે કેટલાક વિકલ્પો પણ આપ્યા હતા. 4 ઓપ્શનમાંથી એક હતો અપરાધબોધ અને એક હતો મિત્રોને બચાવવા માટે મોદી આ તપાસથી બચી રહ્યા છે.
પાર્લામેન્ટની બહાર અને અંદર વિપક્ષી સાંસદ સરકારને ઘેરશે
સંસદનું ચોમાસુ સેશન 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું કે અમે સંસદની બહાર બેસશું અને સંસદની અંદર મુદ્દો ઉઠાવવા માટે કહેશું. સાંસદોને કહેશું કે પાર્લામેન્ટ છોડીને ન જવામાં આવે. તેમ જ ઉકેલ નહીં મળે ત્યાં સુધી સેશન ચાલવા દેવામાં આવે નહીં. તેમ જ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી સેશન ચાલવા દેવામાં નહીં આવે. જો વિપક્ષ અમારો મુદ્દો રજૂ નહીં કરે તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ.