Gujarat

CM રૂપાણી ઓક્સિજન પ્લાનનું લોકાર્પણ કર્યું, 80 ગામના લોકોને મળશે લાભ

કોરોના ( corona) મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનની ( oxygen) ભારે ખપત વર્તાઇ હતી. આ સમસ્યા ફરી ઊભી ના થાય અને જો અચાનક જ કોરોનાની ત્રીજી લહેર ( third wave) આવી ગઈ તેવા સમયે લોકોના સ્વાસ્થયને કોઈ નુકશાન ના થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Center) ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું (Oxygen Plant) વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી (Corona Pandemic) બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ (CM Vijay Rupani) ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન (Lockdown) કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.

ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.

આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેનશ્રી હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top