હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ જીમીરા રિસોર્ટ માં ચાલતું જુગારધામ ઝડપાયું હતું. જેમાં રાજ્યના ભાજપા ના ધારાસભ્ય સહિત અન્ય ૨૫ વ્યક્તિઓની સ્થળ પરથી જુગારધારા હેઠળ અટકાયત કરવામાં આવતાં, સમગ્ર રાજ્યના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે પોતાના આર્થિક લાભ માટે રિસોર્ટમાં રૂમ રાખીને કેસીનો પદ્ધતિ થી જુગાર રમાડનાર માસ્ટર માઈન્ડની રૂમમાં તપાસ હાથ ધરતા, ૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા, પોલીસે તેના વિરૂદ્ધ જુગારધારા સહિત પ્રોહિબીશનનો ગુનો નોંધી, આરોપી ને નામદાર કોર્ટમાં રજૂ કરી, રીમાન્ડની માંગણી કરવામાં આવતાં, નામદાર કોર્ટે સોમવાર સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવતાં, પોલીસે ગુના સંદર્ભે તલસ્પર્શિ તપાસ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરેલ હતી.
શિવરાજપુર ખાતે આવેલા રિસોર્ટમાં ગોધરા એલસીબી ને પાવાગઢ પોલીસે સંયુક્ત રીતે રેઈડ કરીને, ત્યાં ચાલતું હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ભાજપાના માતર ના ધારાસભ્ય સહિત કુલ ૨૬ વ્યક્તિઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હોવાથી, સમગ્ર રાજ્યના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. ત્યારે ઉપરોક્ત કેસીનો પદ્ધતિ થી પોતાના આર્થિક લાભ માટે હાઈ પ્રોફાઈલ જુગારધામ રમાડનાર માસ્ટર માઈન્ડ હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ રહે, નિકોલ ૨૦૧ શબરી વાટીકા સોસાયટી અમદાવાદ ની રૂમમાં તપાસ કરતા, પોલીસને ૮ બોટલ વિદેશી દારૂની મળી આવતા, તેના વિરૂદ્ધ જુગારધારા સહિત પ્રોહિબીશનનો ગુનો નોંધી, તેને નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતાં, નામદાર કોર્ટે સોમવાર સુધી ના રીમાન્ડ મંજૂર કર્યા હતા.જેથી પોલીસ દ્વારા ગુના સંદર્ભે તલસ્પર્શિ તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જ્યારે આ હાઈ પ્રોફાઈલ કેસ બનતા, કાયદા થી મોટું કોઈ નહી, તેવું પુરવાર થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.