Vadodara

ટ્યૂશનથી મોપેડ પર ઘરે આવતા 7 વર્ષની બાળકીનું જીપની ટક્કરે મોત

વડોદરા : માંજલપુર સ્મશાન પાસે સાંજે હિટ એન્ડ રનની કરૂણ ઘટના બનતા જીપ ચાલકે પ્લેઝરને ટક્કર મારતા એક માસૂમનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે મૃતકના ભાઈ બહેનને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.શહેરમાં વધુ એક િહટ એન્ડ રનની દુર્ઘટના સર્જાતા નિર્દોષ માસુમનો અકાળે ભોગ લેવાઈ ગયો હતો. માંજલપુર સ્મશાન નજીક મંગલેશ્વર મહાદેવ મંિદર પાસે સાંજે 6-30 વાગે કરૂણાંતિકા સર્જાઈ હતી.

મોપેડ ઉપર બે માસૂમભાઈ સાથે બહેન મોપેડ પર ટયુશનથી ઘર તરફ ફરી રહયા હતા. પાછળથી પૂરઝડપે આવી રહેલી જીપના ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા જ ધડાકાભેર મોપેડને ટક્કર મારી હતી. મોપેડ પર સવાર ત્રણ ભાઈ બહેન ઉછળીને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થઈ ગયેલા ત્રણ વાહન સવારોને જોઈને તુરંત લોકટાળા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

અકસ્માતની દુર્ઘટનાને પગલે જીપ ચાલક ગભરાઈ જતા ડિવાઈડર પર જીપ ચડાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી નાસી છુટયો હતો. માંજલપુર પોલીસે ઘટનાસ્થળે આવીને તુરંત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ફરજ પરના તબિબે કવિશ પટેલનું (ઉ.વ.7) નું મોત નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. જયારે તેના બંને ભાઈ બહેનને સારવાર હાથ ધરી હતી.

પોલીસે જીપ કબજે કરીને તપાસ કરતા અંદર તલવારનું ખાલી મ્યાન મળી આવ્યું હતું અને જીપ સામાજીક કાર્યકર ઘનશ્યામ ફુલબાજની હોવાનું સપાટી પર આવ્યું હતું. રાજકિય કાર્યકરનો પુત્ર જીપ લઈ નીકળતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા વહેતી થઈ હતી. અકસ્માત વખતે ચાલક શરાબના નશાની હાલતમાં હોવાનું લોકમૂખે સંભળાતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top