SURAT

શારજાહથી સુરતની વિશેષ એક દિવસીય ફ્લાઇટ જુલાઈની આ તારીખે સુરત આવશે

સુરત: (Surat) કેટલાક દેશોમાં કોરોનાની સ્થિતિ હાલ પણ ગંભીર હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક દેશોમાં વિમાની સેવા (Flight Service) પર પ્રતિબંધ મુક્યો છે. આ પરિસ્થિતિમાં 15 જુલાઇએ એરઇન્ડિયા (Air India) વન-વે ફ્લાઇટ 7મી જુલાઇએ શારજાહથી (Sharjah) સુરત આવશે. અહી 45 મીનિટ રોકાણ બાદ આ ફ્લાઇટ મુંબઇ માટે જવા રવાના થશે. હાલ આ ફ્લાઇટનું બુકિંગ ચાલુ છે અને અત્યાર સુધી 70થી વધુ લોકોએ બુકિંગ કરાવી લીધા હોવાનું જાણવા મળ્યુ છે.

એરપોર્ટના સુત્રો પાસેથી જાણવા મળેલી પાછલા વર્ષ દરમિયાન કોરોનાની પ્રથમ લહેર સમયે સુરત એરપોર્ટથી દેશ વિદેશની ફ્લાઇટ રદ કરવામા આવી હતી. ત્યાર બાદ કોરોનાના કેસો ઘટતા એર ઈન્ડિયા એક્સપ્રેસની શાર જાહ – સુરત ક્લાઈટનું વંદે ભારત મિશન અંતર્ગત ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે,પાછળથી કોરોનાના કેસ વધતાં યુએઈ દ્વારા ભારતની ફ્લાઈટ પર પ્રતિબંધ મુકાયો હતો.આ પ્રતિબંધને તા. ૧૫ જુલાઈ સુધી ફરી લંબાવવામાં આવ્યો છે.

કોરોનાની પરિસ્થિતિમાં વિદેશમાં પણ લોકો પરેશાન છે અને પોતાના માદરે વતન પરત આવવા માંગે છે. આવા લોકોને મોકો આપવા માટે શારજાહથી સુરત માટેની આ સ્પેશલ ફ્લાઇટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફ્લાઇટ 7 મી જુલાઈના રોજ 11-45 કલાકે શારજાહથી ફ્લાઈટ સુરત આવશે, અને 45 મીનિટ સુરતમાં રોકાયા બાદ 12-23 કલાકે મુંબઇ ઉપડી જશે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગુપ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે આ ફ્લાઇટ વન-વે છે. અને સ્પેશલ કેસ કહી શકાય તેમ શારજાહથી જે લોકો સુરત અથવા મુંબઇ પરત આવવા માંગે છે તેમના માટે એક દિવસ માટે શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top