અમેરિકા (America)ના દક્ષિણે આવેલા દેશ મેક્સિકો (Mexico)નજીક દરિયાના પાણીમાં આગ (fire) સળગી ઉઠી હતી અને દરિયામાં ભડકાઓનું એક મોટું વર્તુળ રચાઇ ગયું હતું.
પાણીમાં આગની ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ પાંચ કલાક પાણીમાં આગ ચાલુ રહી. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે લાગ્યું કે જાણે જ્વાળામુખી પાણીમાં ભરાઈ ગયો હોય અને આગનો લાવા બહાર આવી રહ્યો હોય.
મેક્સિકોના અખાતમાં આ આગ ફાટી નિકળી હતી. આ આગ વાસ્તવમાં દરિયાની સપાટીની નીચેથી પસાર થઇ રહેલી એક પાઇપલાઇનમાંથી ગેસ લીક થવાને કારણે લાગી હતી. પાઇપલાઇન મેક્સીકન રાજ્ય સંચાલિત પેમેક્સ પેટ્રોલ કંપનીની છે. પેમેક્ષ ઓઇલ ડ્રિલિંગ પ્લેટફોર્મથી લગભગ 150 વારના અંતરે સમુદ્રની અંદર આ આગે સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે સૂર્યોદયના ટાણે ભભૂકી ઉઠી હતી. ચળકતી નારંગી રંગની જ્વાળાઓ દૂરથી પણ જોઇ શકાતી હતી. આગના વર્તુળાકાર દેખાવને કારણે સોશ્યલ મીડિયા પર આગ માટે આઇ ઓફ ફાયર (eye of fire) નામ ફરતું થઇ ગયું હતું.
આગ પર કાબુ મેળવવા માટે કેટલીક નૌકાઓ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ પર ગયા તે પછી. તેને જોતા જ આગને સમુદ્રની વચ્ચે એક ભયંકર રૂપ અપાયું. એક તરફ સમુદ્રના મોજા અને તેની ઉપર અગ્નિની વિશાળ જ્વાળાઓ જોઈ લોકો ભયભીત થઈ ગયા. પેમેક્ષે બાદમાં જણાવ્યું હતું કે આગ કાબૂમાં લઇ લેવામાં આવી છે અને કોઇને ઇજા થઇ નથી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલ વિડીયો સાથે આજ ઘટનાના ઘણા ફોટોસ પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં ફાયરની કામગીરીને એક સ્થળે બિરદાવી છે, કારણ કે તેની નજીક જવું પણ જોમ માંગી લે છે, ત્યાં જ બીજા સ્થળે લોકોએ આ નૌકા કઈ જગ્યાએ પાણીનો મારો ચલાવે છે તેવી રમૂજ પણ કરી હતી.
લોકોમાં ડર પણ હતો કારણ કે નજીકમાં ઓઇલ એક્સ્પ્લર મશીન પણ લગાવવામાં આવ્યું હતું અને જો તેમાં આગ લાગી હોય તો તેને કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું હોત. હાલ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ આવ્યા પછી જ જાણ થશે કે તેલનો લિક કેવી રીતે થયો અને આગ કેવી રીતે શરૂ થઈ.