National

કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટને લઈને WHO ચીફનું ચોકાવનારું નિવેદન

ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના ( corona virus) ડેલ્ટા વેરિએન્ટને ( delta variant) લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના ( who) ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે ચેતવણી આપી કે દુનિયા કોવિડ-19 ( covid 19) મહામારીના ખુબ ખતરનાક તબક્કામાં છે, જેનું ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને સમયની સાથે સતત બદલી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે દેશની ઓછી વસ્તીને રસી ( vaccine) લાગી છે ત્યાં હોસ્પિટલોમાં ફરી દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.

ટેડ્રોસે શુક્રવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું- ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને ઘણા દેશોમાં તે ફેલાય રહ્યું છે. આ સાથે આપણે મહામારીના ખતરનાક તબક્કામાં છીએ. ગેબ્રેયસસે કહ્યુ- કોઈપણ દેશ અત્યારે ખતરાથી બહાર નથી. ડેલ્ટા સ્વરૂપ ખતરનાક છે અને સમયની સાથે વધુ બદલાય રહ્યો છે જેના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 98 દેશોમાં સામે આવ્યું છે અને તે દેશોમાં ઝડપી ફેલાવો થઈ રહ્યો છે, જ્યાં રસીકરણ ( vaccination) ઓછું થયું છે.

વર્તમાન સમયે ડેલ્ટા વેરિયન્ટે દુનિયાભરમાં ચિંતા ફેલાવેલી છે. ભારતમાં જે સેમ્પલોની તપાસ થઈ તેમાંથી 97%માં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો છે. જે બ્રિટનમાં 91% અને રશિયામાં 89% છે. જોકે, વાઈરસના તમામ પ્રકારના વિરેયન્ટ સામે તમામ પ્રકારની રસી અસરકારક છે. તે બીમારીની ગંભીરતા અને મૃત્યુના જોખમને ઘટાડે છે. ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાય છે, એટલે તે રોગપ્રતિકાર ક્ષમતાને ધીમી પાડી દે છે. બીજી તરફ જે લોકો વેક્સિન લીધી છે અને નવા ઈલાજ સુધી પહોંચ છે, તેમના માટે કોવિડ-19 એવી બીમારી બની રહી છે જે ઘાતક નથી. ડેલ્ટા વેરિયન્ટથી ખરાબ રીતે પ્રભાવિત બ્રિટનમાં સંક્રમિત લોકોનો મૃત્યુ દર 0.1% છે.

બ્રિટિશ વિજ્ઞાનીઓનું અનુમાન છે, સાવધાની રાખતી વેક્સિન વગરની વસતીમાં ડેલ્ટા 8 લોકોમાં સંક્રમણ ફેલાવે છે. હવે તેનાથી બાકીની દુનિયાને જોખમ છે. ડેલ્ટાથી સંક્રમિત લોકોમાં વાઈરસનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે. આથી, સંક્રમિત લોકોથી વધુ લોકોના બીમાર થવાનું જોખમ રહે છે. રસીકરણથી સંક્રમણની ગતિ ધીમી પડે છે, પરંતુ તે સંપૂર્ણપણે અટકતું નથી. જેની સામે સંક્રમણ ફેલાવું વધુ મુશ્કેલ થઈ જાય છે. ફાઈઝર કે એસ્ટ્રાજેનેકા વેક્સિન લગાવનારા અલ્ફાથી સંક્રમિત લોકો દ્વારા બીજા લોકોને સંક્રમણ ફેલાવાની આશંકા અડધી રહી જાય છે. બ્રિટશ રિસર્ચમાં જાણવા મળ્યું કે, અલ્ફાની સરખામણીએ ડેલ્ટા 60%થી વધુ સંક્રામક છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે કહ્યુ- જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયો જેમ કે નજર રાખવી, શરૂઆતી સ્તર પર બીમારીની ઓળખ કરવી, ક્વોરેન્ટાઈન અને સ્વાસ્થ્ય દેખરેખ હજુ મહત્વપૂર્ણ છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યુ કે, માસ્ક લગાવવું, સામાજીક અંતર, ભીડ વાળી જગ્યાઓછી બચવુ અને ઘરોને વેન્ટિલેટેડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા મહત્વની છે. તેમણે દુનિયાભરના નેતાઓને વિનંતી કરી કે તે એકસાથ મળીને નક્કી કરે કે આગામી વર્ષ સુધી દરેક દેશની 70 ટકા વસ્તીને કોરોના વિરોધી રસી લગાવવામાં આવે.

તેમણે કહ્યું, મહામારી ખતમ કરવા, લોકોના જીવ બચાવવા, વૈશ્વિક આર્થિક રિકવરી તથા ખતરનાક સ્વરૂપોને પેદા થવા રોકવાની આ સૌથી સારી રીત છે. આ સપ્ટેન્બરના અંત સુધી અમે નેતાઓને બધા દેશોની ઓછામાં ઓછી 10 ટકા વસ્તીનું રસીકરણ કરવાની વિનંતી કરી રહ્યાં છીએ. ડબ્લ્યૂએચઓએ આ સપ્તાહે કહ્યું હતું કે સૌથી પહેલા ભારતમાં જોવા મળેલું ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 100 દેશોમાં સામે આવ્યું છે.

Most Popular

To Top