ભરૂચના મહાવીરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થોડા સમય પહેલાં એક મુસ્લિમ પરિવાર વસવાટ કરતો હતો. 32 વર્ષીય પરિણીતા નજમા રિફાકતઅલી સૈયદ સૂઈ ગઈ હોવાથી તેના પર ઘાતકી હુમલો કરીને મોતને ઘાટ ઊતરતાં ભારે સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના પગલે મૃતક મહિલાનાં માસૂમ બાળકીઓએ ચોધાર આંસુએ સ્વજનોને જાણ કરતાં દોડી આવીને નિર્મમ હત્યા માટે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નજમાબાનુનાં લગ્ન કરજણના સાપા ગામનો રિક્ષા ચલાવતો રિફાકત અલી સૈયદ સાથે બારેક વર્ષ અગાઉ થયાં હતાં. તેમના સુખી સંસાર વાચ્ચે ત્રણ દીકરીઓ સાથે હાલ ભરૂચની મહાવીરનગર સોસાયટીમાં ભાડેથી રહેતા હતા. પતિ રિફાક્ત સૈયદ ખૂબ શંકાશીલ મિજાજ ધરાવતો હોવાથી તેની પત્ની સાથે વારંવાર શક કરી ઝઘડો અને મારપીટ પણ કર્યા કરતો હતો. પતિ રિફાકત સૈયદનું પત્ની નજમાબાનુ પર ફરમાન હતું કે ઘરની બહાર નીકળવું નહીં અને કોઈની સાથે વાતચીત કરવી નહીં. વારંવારની મારપીટ, પાબંદી અને શંકાશીલ સ્વભાવથી ત્રાસીને નજમાબાનુ દોઢ મહિના પહેલાં પિયરે પણ ચાલી ગઈ હતી.
જો કે, તેને સમજાવટ અને સમાધાનથી પરત પાછી આવી હતી. બુધવારે રિફાકતે ફરી નજમાબાનુ સાથે ચારિત્ર્યની શંકા રાખી રાત્રે ફરી ઝઘડો કર્યો હતો. લડાઈનું વાતાવરણ એટલું ઉગ્ર થયું કે પોતાની પત્નીના માથામાં પાવડો મારી પલંગમાં જ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની હત્યા અંગે દીકરીએ પોતાના મામા સીદ્દીક સૈયદને જાણ કરતાં તેઓએ દોડી આવી લોહીથી લથબથ બહેનને જોતા ભાંગી પડ્યા હતા. નજમાનો પતિ રિફાકતઅલી મોબાઈલ ઘરમાં જ પડતો મૂકી ફરાર થઈ ગયો હોવાથી સીદ્દીક સૈયદે પોલીસને જાણ કરતાં ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ સમગ્ર બાબત અંગે