વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર અપાયું હતું છેલ્લા ઘણા દિવસોથી પાણીનો બગાડ થઇ રહ્યો છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. પુરવઠા વિભાગ દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મહાનગર પાલિકા તંત્ર નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી આપી શકતી નથી. જે પીવાનું પાણી ચોખ્ખું હોય છે તેનો રોડ પર વેડફાટ થઈ જાય છે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલ ના ગેટ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. છેલ્લા ઘણા દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયો છે જેના કારણે પાણી રોડ પર વહી જાય છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે યુનિવર્સિટીની વરસાદી કાસ પાણીથી છલકાઇ ગઇ છે આજે પાણીની લાઈનમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ભંગાણ સર્જાતા મહાનગરપાલિકાના પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમારકામની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવા બનાવો છાશવારે બનતા જ રહે છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામા જ રહે છે.