SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગ્યા અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં જ ફાયરકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગતા માર્કેટની બિલ્ડીંગમાં ધુમાડો ફેલાઈ જતાં વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જો કે સારી બાબત એ હતી કે આસપાસમાં કાપડનો જથ્થો ન હોવાથી આગ મોટું સ્વરૂપ ધારણ કરી શકે એ પહેલાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
વિક્રમભાઈ (માર્કેટના મેનેજર) એ જણાવ્યું હતું કે, ઘટના લગભગ 12 વાગ્યાની હતી. RKLP માર્કેટના A ટાવરની મીટર પેટીના કેબિનમાંથી ધુમાડો નીકળતા દોડીને ઘટના સ્થળે ગયા હતાં. કંઈ સમજ પડે એ પહેલાં આગ ભડકી ઉઠતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. 10-15 મિનિટમાં જ ફાયરના જવાનો દોડી આવ્યા હતાં. આગ પર કાબુ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં લગભગ 60 ઇલેક્ટ્રિક મીટરોને નુકશાન થયું હોય એમ કહી શકાય છે.
આગ પર કાબૂ મેળવનાર ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, મીટર પેટીમાં આગ લાગી હતી. મીટર પેટીમાં નબળા વાયરીંગ અથવા સ્પાર્ક થયા બાદ વાયરો સળગતાં ધુમાડો વધુ પ્રમાણમાં થયો હતો. જો કે સારી બાબત એ હતી કે આસપાસમાં કાપડનો જથ્થો ન હોવાથી આગ મોટું સ્વરૂપ ધારણ કરી શકે એ પહેલાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.