Business

માન નદીનાં તટે વસેલું પ્રગતિના પંથે પા-પા પગલી પાડતું ગામ એટલે આસુરા

  • # ગામનું નામ : આસુરા
  • # સરપંચનું નામ: સારિકાબેન સંજયભાઈ પટેલ
  • # તલાટી કમ મંત્રી: અનામિકા પટેલ
  • # ડેપ્યુટી સરપંચ: ચંદ્રિકા જયેશકુમાર ઢાડીયા
  • # મતદારોની સંખ્યા: 3000
  • # વસ્તી કુલ : 4000
  • # ગામમાં વસતી : ધોડિયા, કુંકણા, મુસ્લીમ, નાયકા, હરિજન, કોળચા, માગમત, કંબબણા
  • # પ્રાથમિક શાળા-01
  • # વર્ગ શાળા-01
  • # આંગણવાડી કેન્દ્રની સંખ્યા – 3
  • # દૂધ ડેરી : 2
  • # ગામમાં થતાં મુખ્ય પાકો : ડાંગર, શેરડી, કેરી, શાકભાજી
  • # ગામનાં વોર્ડની સંખ્યા : 09
  • # ગામનાં વોર્ડ મુજબ સભ્યોની નામાવલિ:
  • # ચંદ્રિકા ઉપેશકુમાર ધાડીયા
  • # મનોજ શંકર પટેલ
  • # જયોતિ આશિષ ગવારી
  • # અમ્રત સુખા પટેલ
  • # નયના અનિલ પટેલ
  • # મીનાબેન
  • # નટુભાઈ રાઠોડ
  • # ચમાર સુખલા ખરપટીયા
  • # હિતેષ છોટુભાઈ પટેલ
  • આસુરા પોલીસ ચોકીનાં મકાન માટે મુસ્લીમ યુવાને જમીન દાન આપી

આસુરા ચાર રસ્તા વાવ ચોકડી પાસે પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય કરાયું હતું. ઇ.સ.6-11-2004માં આસુરા ચોકી માટે આ વિસ્તારમાં રહેતા મુસ્લીમ સમાજનાં યુવાન સલાઉદ્દીન શેખ એ આસુરા પોલીસ ચોકીનાં મકાન અનાવરણ માટે જમીન દાનમાં આપી હતી. આસુરા પોલીસ ચોકીનું ઉદ્દઘાટન જી. કે. પરમાર આઈ.પી.એસ સુરત વિજ્ઞાગના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અભયસિંહ ચુડાસમા ઉપસ્થિતિ રહ્યા હતા. દેશની આઝાદી બાદ આસુરા ગ્રામપંચાયતનાં સરપંચ પદે પ્રથમ વખત મુસ્લીમ સમાજના પીઢ આગેવાન માહમુદ બામુશા આરૂઢ થયા હતા ઇ.સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે દેશમાં આઝાદીનો લોક ઉજવણી કરી રહ્યા હતા. બાદ ઇ.સ.1953ની સાલમાં આસુરા ગ્રામ પંચાયતનાં પ્રથમ વખત સરપંચપદે મુસ્લીમ સમાજના નવ યુવાન તથા પીઢ આગેવાન માહમુદ બમુશા આરૂઢ થયા હતા. જેમણે આસુરા વિસ્તારમાં પ્રથમ વખત સરપંચપદે કાર્યભાર ચલાવી. આ વિસ્તારનાં લોકોની સેવાની ભાવનાથી સારા એવા વિકાસનાં કામો હાથ ધરવામાં આવ્યા હતા. માહમુદ બામુશા રાજીનાં રાજમહેલમાં સારીએવી ઓળખ ધરાવતા હતા. ધરમપુરના સુર્યવંશી રાજા મોહન દેવજી જોડે ખુબ જ નિકટનાં અવેધ હોવાથી તેમની પકડ ખૂબ જ સારી એવી હતી. આદિવાસી વિસ્તારમાં પણ માહમુદ બામુશા ખૂબ જ લોકચાહના ધરાવતા હતા.

  • સ્ટ્રીટ લાઈટથી ઝગમગતું ગામ

ગામનાં દરેક ફળિયામાં એકાદ બે જગ્યાએ સોલર લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જયારે અમુક વોર્ડમાં સ્ટ્રીટ  લાઈટોની સુવિધાને કારણે રાત્રીનાં સમયે લાઈટની રોશનીથી ગામ ઝગમગે છે. જયારે દિક્ષણ ગુજરાત વીજ કંપની  લિ.નો વીજ પુરવઠો બંધ હોય છે ત્યારે સોલાર લાઈટ લોકો માટે ઉપકારક બને છે. અત્યારે ગામમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા હોવાને કારણે રાત્રિ દરમ્યાન લોકો સહેલાઈથી હરીફરી શકે છે. આમ ગામમાં  સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાતાં લોકોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી.

  • ધરમપુરની આસુરા પ્રાથમિક શાળાનાં સાત ઓરડા જર્જરિત હાલતમાં

ધરમપુરનાં આસુરા ગામે નિશાળ ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 આ શાળામાં કુલ- 9 ઓરડાઓ ઉપલબ્ધ છે. જયારે સાત જેટલા ઓરડાઓ જર્જીત હાલતમાં ભાસી રહ્યા છે. કેટલાક ઓરડાઓની દિવાલમાં મોટી તિરાડો પડી ચૂકી છે. હાલમાં ગામની આ શાળામાં જીવના જોખમે 291 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળાનાં આચાર્ય રણજીત ઠાકોર શાળાનાં ઓરડા નવા બનાવવા માટે જીલ્લા પંચાયત શિક્ષણ શા માને અવારનવાર રજુઆતો કરી હોવા ચતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું એવું લાગે છે ત્યારે શિક્ષણ વિભાગ પણ બાળકોના ભવિષ્યની ચિંતા કરી. સાત જેટલા જર્જીત ઓરડાની મજુરી આપી. મોટી દુર્ઘટના ન બને એ માટે તકેદારી રાખે એવી લોક માંગ ઉઠવા પામી છે.

કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપુર વનૌષધિઓ ઊગાડી છે. એવા વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકા મથકેથી  માત્ર 1 કિ.મી. દૂર ઊતર દિશામાં માન નદીનાં તટે વસેલું આસુરા ગામ વસેલું છે. અહીંની માન નદી સીધી મરધમાળ  થઇ બે નદીઓનાં સંગમથી થતી ઔરંગા નદી તરીકે ઓળખાય છે. જે વલસાડ જિલ્લાની મુખ્ય ગણાતી નદીઓ પૈકીની  એક નદીં છે. આસુરા ગામની પૂર્વ દિશામાં શેરીમાળ અને બરૂમાળ એમ બે ગાયો આવેલા છે. અને પશ્ચિમ દિશામાં  બામટી ગામ આવેલું છે. જયારે ઉતરમાં નાની ઢોળડુંગરી અને રાજપુરી તલાટ એમ બે ગામો આવેલા છે. અને દિક્ષણ  દિશામાં ધરમપુર ગામ આવેલું છે.

સૌથી મહત્વની વાત એ છે કે રાજા રજવાડાનાં સમયે આસુરા ગામ વેગણીયા ગામ તરીકે ઓળખાતું હતું. પરંતુ આઝાદી  બાદ ધરમપુરના સૂર્યવશી રામ મોહન દેવજીએ ગામનું નામ બદલી આસુરા ગામ રાખ્યું હતું. ઇ.સ.1956માં જયારે  દુકાળની પરિસ્તિતિ સર્જાતા ધરમપુરાનાં રાજા મોહનદેવજીએ લોકોને પીવાનાં પાણી માટે બે તળાવો ખોદવયા હતા એક  તળાવ ધરમપુરનાં કાહ્યામાના વિસ્તારમાં સ્વર્ગવાહિનીની નદીનાં બાજુમાં જયારે બીજો તળાવ આસુરા ગામના તળાવ  ફળિયા ખાતે જોવા મળે છે. આજે પણ આસુરા ગામનાં લોકો તળાવનું પાણી પીવા માટે ઉપયોગમાં લે છે. ઢોરઢોખર  માટે પણ આ પીવાનું પાણી ઉપયોગી બન્યું છે. જયારે સમગ્ર તાલુકો દુકાળની પરિસ્થિતમાં ઝઝુમી રહીયું હતું. ત્યારે  રાજાએ લોકોને ખાવા માટે રગુના ચોખા આપ્યા હતા.

ધરમપુરનાં મહારાજા મોહનદેવજીએ ઇ.સ.1956માં દુકાળનાં સમયે પ્રજાની મદદ રૂપ બન્યા હતા. તે સમયે રાજાનાં રાજ  દરબારમાં આસુરા ગામનાં જમાદાર ફળીયાનાં વતની માહુમદ બામુશા રાજાને ત્યાં રખેવાડી તરીકે કામ કરતાં હતાં.  ધરમપુરનાં મહારાજા મોહનદેવજીના રાજમહેલમાં તેઓનું ખૂબ જ માન સન્માન હતું. તેઓ રાજાના ખાસ માનીતા હતાં.  જેઓને રામએ ઇનામ ઘણી જમીનો આપી હતી. આજે ફણ માહમુદ બામુશાને મુસ્લીમ સમાજનાં લોકો તથા આદિવાસી  સમાજનાં લોકો યાદ કરે છે. આસુરા ગામનાં આદિવાસી સમાજનાં લોકો તે સમયે રાજાનાં રાજમહેલમાં રસોયાનાં કામો  કરતો હતો અને રાજા તેઓને ઘણીવાર ઈનામનાં રૂપમાં જમીનો આપી હતી.

આસુરા ગામનાં વતની મોહનભાઈ પટેલ  જેઓએ પોતાનાં પિતા જોડે રાજાનાં રાજમહેલમાં જઇ તે સમયે મોહનભાઈ નાની ઉંમરે રાજાનાં રાજમહેલમાં જઇ તેમની  દિકરીનાં લગ્ન કાશ્મીરનાં વંશ જોડે થયેલા તે નિહાળી ગદગદ થઇ ગયા હતો. તેમણે રાજાનાં રાજમહેલને રોશનીથી  શરણગારયું હતું તે સમયે રાજાનાં રાજાશાહી ઠાઠમાઠને જોઇ ખુશી વ્યક્ત કરી હતી. ધરમપુરનાં મહારાજા  મહોનદેવજીની પુત્રી લગ્ન પ્રયેગ ને નિહાળી આવેલા મોહનભાઈ પટે આજે પણ આસુરા ગામે 95 વર્ષની ઉંમરે ખેતી  ક્ષેત્રે કામ કરી પોતાનાં પરિવારજનો સાથે જીવન ગુજારી રહ્યા છે. પોતાનાં બાળપણમાં રાજાના રાજને નિહાળી ચૂકેલા  મોહન પટેલ એ તે સમયનાં રાજા રાજ્યના ભારે વખાણ કર્યા હતા. ઉપરાંત 200 વર્ષ અગાઉ મોહનદેવજીના શાસનકાળ  દરમ્યાન જયારે મોહન દેવજી રામ તથા તેમની મહારાણી જોડે વાસંદા જવા માટે માન નદીના પુલ હોડકી ઉપર બેસીને  જતા હતાં. મોહનદેવજી રાજા સૂર્યવંશી રાજા હોવાથી તેમની મ્યુઝીયમ ખાતે મૂકવામાં આવેલી પ્રતિમાને આજે પણ  મહિલાઓને પ્રસૃતિ ન થતી હોય તો તેઓ રાજા મોહન દેવજીના પગ ધોઇને પાણી પીવાથી મહિલાઓને તરત જ પ્રસૃતિ  થઇ જતી હોવાનું જાણવા મળ્યું છે.  સૂર્યવશી રામ મોહનદેવજી ખૂબ પ્રતિભાવ શાળી તથા ધાર્મિક રાજા હતા. જયારે વરસાદ ન પડે તો તેઓ આદિવાસી  સમાજનાં લોકો જોડે બિલાડી, આસુરા શેરી માળ, સહિત 3 જેટલા ગામોમાં જઇ માવલ માતાને રિઝવવા માટે હવન કરી  વરસાદ પાડવા માટે પૂજા કરતાં તે સમયે સારો એવો વરસાદ પડતા આદિવાસી સમાજ આજે પણ માવલી માતાની પૂજા  અર્ચના કરી સારો એવો વરસાદ પડે એ માટે પ્રાર્તના કરતાં હોય છે. ધરમપુર શહેરનાં માત્ર 1 કિ.મી.નાં અંતરે આવેલા  આસુરા ગામમાં ધોડિયા, કુંકણા, મુસ્લીમ કોળચા, હરિજન, દબણા, માગજાત, સહિતનાં લોકો વસે છે. આ ગામમાં  મંદિરો, મસ્જીદો ચર્ચ આવેલા છે. ગામમાં દરેક તહેવારો હિન્દુ મુસ્લીમનાં લોકો ભાઈ ચારા સાથે ઊજવે છે. આ ગામમાં  મજુરી વર્ગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ગામમાં સૌથી વધુ લોકો ખેતી ઉપર નિર્ભર છે. ગામમાં શાકભાજી ડાંગર  શેરડી, કેરી સહિત,નાં મુખ્ય પાકો વધુ જોવા મળે છે.

  • ધરમપુરની આસુરા પ્રાથમિક શાળાનાં સાત ઓરડા જર્જરિત હાલતમાં

ધરમપુરનાં આસુરા ગામે નિશાળ ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 આ શાળામાં કુલ- 9 ઓરડાઓ ઉપલબ્ધ છે. જયારે સાત જેટલા ઓરડાઓ જર્જીત હાલતમાં ભાસી રહ્યા છે. કેટલાક ઓરડાઓની દિવાલમાં મોટી તિરાડો પડી ચૂકી છે. હાલમાં ગામની આ શાળામાં જીવના જોખમે 291 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળાનાં આચાર્ય રણજીત ઠાકોર શાળાનાં ઓરડા નવા બનાવવા માટે જીલ્લા પંચાયત શિક્ષણ શા માને અવારનવાર રજુઆતો કરી હોવા ચતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું એવું લાગે છે ત્યારે શિક્ષણ વિભાગ પણ બાળકોના ભવિષ્યની ચિંતા કરી. સાત જેટલા જર્જીત ઓરડાની મજુરી આપી. મોટી દુર્ઘટના ન બને એ માટે તકેદારી રાખે એવી લોક માંગ ઉઠવા પામી છે.

  • ધાર્મિકતાનાં પ્રતિક સમા ત્રણ મંદિરો બે મસ્જીદો તથા 1 ચર્ચ

ગામમાં ધાર્મિકતાનાં પ્રતિકસમાં ત્રણ મંદિરો તથા બે મસ્જીદો અને એક ચર્ચ આવેલું છે.ગામમાં મહાદેવનું મંદિર અંબામાતાનું મંદિર તથા હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. જયારે આસુરાનાં જમાદાર  ફળીયા ખાતે બે મસ્જીદો તથા માગળીવાડ ખાતે એક ચર્ચ બનાવવામાં આવેલું છે. જયાં રામનવમો તથા મહાશિવરાત્રિની  ઉજવણી મૂળ જ ધામધુમથી કરવામાં આવે છે. વધુમાં અહીંના અંબામાતાનાં મંદિરે નવરાત્રિ મહોતસ્વ નિમિત્તે ગરબાની  અનોખ રમઝટ જામે છે. જેમાં આજુબાજુનાં લોકો પમ હોંશે હોંશે જોડાય છે. ઉપરાંત આસુરા ગામનાં જમાદાર ફળીયા  ખાતે બે જેટલી મસ્જીદો આવેલી છે. અહીંની મસ્જીદોમાં મુસ્લીમ સમાજનાં લોકો પાંચ ટાઈમની નમાઝ અદા કરે છે અને  ઇદ કોળી, દિવાળી સહિતનાં તહેવારો હિન્દુ મુસ્લીમ સમાજનાં લોકો ભાઈચારા ઉજવે છે. 1 ગામનાં માગઠી ફળીયા ખાતે  ખ્રિસ્તી સમાજનાં લોકો વસે છે. જયાં ચર્ચ દેવાલય પણ આવેલું છે. અહીં માંગડીવાળ સમાજના લોકો નાતાલ ક્રિસમીસનાં  તહેવારની ધામધુમથી ઉજવણી કરે છે.

  • ઘર આંગણે રોજગારી પૂરી પાડતી દૂધ ડેરી

ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવું દૂધ ડેરીનું સુંદર મકાન છે. અહીંની દુધ ડેરીનું સંચાલિત મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે. ગામના પશુપાલન સાથે સંકળાયેલા લોકો દૂધ ડેરીમાં દૂધ ભરીને ઘર આંગણે રોજગારી મેળવે છે. ગામના નિશાળ ફળિયા ખાતે આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં 90 જેટલી મહિલા સભાસદો છે. જયારે તળાવ ફળિયા ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 100 જેટલા સભાસદો છે. જેમનાં દ્વારા દરરોજ સવાર-સાંજ ગાય ભેંસનું દૂધ 300 લિટર કરતાં વધુ એકત્રિત કરીને ચીખલીનાં આલીપોર ખાતેની વસુધારા ડેરીમાં મોકલવામાં આવે છે.

  • ગ્રામ પંચાયતના સરપંચ સારિકાબેન સંજયભાઈ પટેલ

આસુરા ગ્રામપંચાયતનાં સરપંચ સારિકા બેન સંજયભાઈ પટેલ છે. આસુરા ગ્રામપંચાયતમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું  શાસન હતું. પરંતુ ભાજપનાં માજી યુવા પ્રમુખ સંજય પટેલ એ તેમની ધર્મપત્ની સારિકાબેન પટેલ જંગી બહુમતીથી ચૂંટી  લાવતા ભાજપ એ કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડીયું હતું. ગામમાં પ્રથમ વખત મહિલા સરપંચ પદે સારિકાબેન પટેલ ચુંટાઈ આવતા તેમના પતિ સંજય પટેલનું ગાંધીનગર ખાતે  સી.એમ. વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. આમ કોંગ્રેસનાં માજી ધારાસભ્ય ઇશ્વર પટેલનાં ગામમાં ભાજપનો સરપંચ  જંગી બહુમતી ચુંટાઈ આવતા એનો પડખો છે ક ગાંધીનગર સુધી પડીયો હતો. અને રાજયના સી.એમ. વિજયરૂપાણીએ  ગાંધીનગર અને ભાજપનાં માજી યુવા પ્રમુખનું સ્વાગત કરાતા ભાજપી કાર્યકર્તાઓમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી  હતી.

  • ગામનાં વિકાસમાં સરપંચનાં પતિનું મહત્વનું યોગદાન

આસુરા ગામે રસ્તા પાણી, વિજળી આવાસ સહિતના વિકાસનાં કામોમાં સંજયભાઈ પટલેનું મહત્વનું યોગદાન રહ્યું છે. ગામનાં પ્રથમ ટર્મમાં ચુંટાયેલા મહિલા સરપંચ સારિકાબેન સંજયભાઈ પટેલ કે જેઓ શિક્ષિત છે. તેઓ સ્વભાવે સરળ  અને મિલનસાર છે. તેઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેથી લોકપ્રિય છે. લોકોનાં પ્રશ્નોને વાંચા આપવા તેઓ હરહંમેશ  તત્પર રહે છે. તેમની મુખ્યનેમ ગામ ગામના લોકોને સુશિક્ષિત મને સંગઠિત કરીને સુરક્ષિત બનાવવાની છે. તેમજ જ્ઞાત  જાતનાં ભેદભાવ વગર સૌને સર્વાગી વિકાસ સાધવાની છે.

  • પ્રાથમિક શાળાનાં ધોરણ 1 થી 8માં 291 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે

આસુરા ગામે નિશાળ ફળિયા ખાતે આવેલી પ્રા. શાળામાં ધો. 1 થી 8માં 195 છોકરાઓ અને 96- છોકરીઓ મળીને કુલ 291 જેટલાંવિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અત્યારે શાળામાં 7 શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. શાળાનાં ધો. 1 થી 4માં પ્રજ્ઞા અભિગમ અમલમાં છે. વિદ્યાર્થીઓ સપ્તરંગી પ્રવૃત્તિઓ રમતો ગીતો વાર્તાઓ દ્વારા ભારમુકત શિક્ષણ મેળવી રહ્યા છે. સદર શાળાએ અગાઉનાં વર્ષમાં રાજ્યકક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં દૂરદર્શન જીવંત પ્રસારણ 7 સંદર્ભ પ્રસતૃત કરેલ કૃતિઓ વિભાગ-3 રજુ કરી હતી. શાળાનાં આચાર્ય રણજીત ઠાકોરની કુનેહ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહ્યું છે.

  • આંગણવાડીમાં ભૂલકાઓને આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય છે

ગામમાં એક આંગણવાડી કેન્દ્ર કુંકણ ફળિયા ખાતે કાર્યરત છે. અને બીજુ આંગણવાડી કેન્દ્ર જમાદાર ફળીયા ખાતે કાર્યરત છે. જયારે ત્રીજુ આંગણવાડી કેન્દ્ર કાનજી ફળીયા ખાતે કાર્યરત છે. આ આંગણવાડી કેન્દ્રની સંખ્યા કુલ-150 છે. અહીં આંગણવાડી કેન્દ્રનાં 0 થી 5 વર્ષનાં ભૂલકાઓને દરરોજ મેનું પ્રમાણે પોષણ યુકત આહાર આપવામાં આવે છે. વધુ દૂધ સંજીવિની યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકોને અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવારે એમ બે દિવસ દૂધ પીવડાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રનાં બાળકોને જુદી જુદી રમતો વાર્તા ગીતો પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તદ્દ ઉપરાંત બાળકોમાં સુટેવોનું ઘડતર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અત્યારે કાનજી ફળીયા ખાતેની આંગણવાડી કેન્દ્રનાં વર્કર લીલાબેન પટેલ તથા જમાદાર ફળીયા ખાતે આવેલી આંગણવાડીના વર્કર સુમિત્રા પટેલ સુંદર રીતે શિક્ષણ આપી રહ્યા છે.

Most Popular

To Top