વડોદરા: શહેરના લાલબાગ થી કાશી વિશ્વનાથ મંદિરની પાછળ પસાર થતી મશીન આકાશમાં વરસાદી પાણી ભરાતા આજુબાજુની રોડ અને રાજસ્થંભ સોસાયટી આવેલી છે ત્યાં ઘરમાં પાણી ભરાઈ જાય છે થોડા દિવસ અગાઉ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ ડોતેન્દ્ર પટેલ સ્થાનિક કોંગ્રેસ ભાજપના કાઉન્સિલરની ઉપસ્થિતિમાં પાલિકાની વિડ કટર દ્વારા નફ્ફટિયા વેલની કટીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજસ્થંભ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતા સોસાયટીઓમાં વરસાદ પડે ત્યારે 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઇ જવાથી ઘરવખરીનો સામાન સહિત નાગરિકોને હેરાનગતિ થતી હોય છે. વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈપણ નિકાલ આવતો નથી થોડા દિવસ અગાઉ જ સ્થાનિક રહીશોએ પાલિકા સામેં રોષ વ્યક્ત કર્યો હતો. આજે સ્થાયીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, ભાજપ કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર વરસાદી ચેનલ હેડ ઉત્તર ઝોનના કાર્યપાલક એન્જિનિયર સહિતની ટીમ લાલબાગ થી કાશી વિશ્વનાથ મંદિરની પાસે રાજસ્થંભ તળાવ થી પસાર થતી મસીયા કાસની વિડ કટર મશીન થી નફ્ફટિયા વેલની કટીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સ્થાયીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સપ્તાહ સુધીમાં તળાવની નફ્ફટિયા વેલના કટિગની કામગીરી હાથ ધરાશે. રોજ 10 ટ્રેક્ટર નફ્ફટાઈ વેલ કટિગ કરી કાઢવામાં આવે છે. લાલબાગમાં વરસાદી પાણી જે સોસાયટીમાં ભરાઈ જાય છે તે ના ભરાય માટે પંપીંગથી પાણી ઉલેચીને બીજી દિશામાં નાખશે. રાજમહેલ થી વિશ્વામિત્રી બ્રિજ તરફ વરસાદી પાણીની ઉલેચી વિશ્વામિત્રી નદીમાં પાણી નાખવામાં આવશે.