Gujarat

ચોમાસું સિસ્ટમના અભાવે ગુજરાતમાં વરસાદની રફતાર ધીમી પડી ગઈ

ગુજરાત ઉપર હાલમાં કોઈ સોમાસુ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે શનિવારે રાજયમાં વલસાડ , નવસારી , છોટા ઉદેપુર , તાપી , દાહોદ , ડાંગ અને પંચમહાલ સહિત 7 જિલ્લાઓમાં નજીવો વરસાદ થયો હતો. ખાસ કરીને વલસાડના ધરમપુરમાં અડધા ઈંચથી વધારે એટલે કે 19મીમી વરસાદ થયો હતો. જયારે અન્ય તાલુકાઓમાં નજીવો વરસાદ થયો હતો. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં વલસાડના કપરાડામાં 1.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. વાપીમાં 1.6 ઈંચ , ખેરગામમાં 1.4 ઈંચ , ડાંગમાં 1.4 ઈંચ , ઉમરગામમાં 1 ઈંચ વરસાદ થયો હતો.આ સાથે ગુજરાતમાં સરેરાશ 12.51 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છ પંથકમાં 12.62 ટકા , ઉત્તર ગુજરાતમાં 12.34 ટકા , મધ્ય- પૂર્વ ગુજરાતમાં 11.91 ટકા , સૌરાષ્ટ્રમાં 9.92 ટકા , દક્ષિણ ગુજરાતમાં 14.28 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top