Top News

નવો ઘટસ્ફોટ: એશિયામાં પહેલા પણ કોરોનાએ પાયમાલી કરી છે, DNAમાં 20 હજાર વર્ષ જુના અવશેષો મળ્યા

કોરોના વાયરસ (corona virus), જે આખા વિશ્વમાં પાયમાલી લાવી રહ્યો છે, તેણે પૂર્વ એશિયા (Asia)માં 20,000 કરતાં પણ વધુ વર્ષો પહેલા પોતાનો કહેર વર્તાવી ચુક્યો છે. અને હવે તેના અવશેષો (remain) ચીન, જાપાન અને વિયેટનામના લોકોના ડીએનએ (DNA)માં મળી આવ્યા છે.

‘કરંટ બાયોલોજી’ (currant biology)માં પ્રકાશિત એક સંશોધન અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ પ્રદેશોમાં આધુનિક વસ્તીના 42 જનીનોમાં વાયરસના કોરોના વાયરસ પરિવારના આનુવંશિક અનુકૂલનના પુરાવા મળ્યા છે. કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને કારણે કોરોના વાયરસ સાર્સ-સીઓવી -2 દ્વારા અત્યાર સુધીમાં વિશ્વભરમાં 38 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને અબજો ડોલરનું આર્થિક નુકસાન કર્યું છે. કોરોનાવાયરસ પરિવારમાં સંબંધિત માર્સ અને સાર્સ વાયરસનો પણ સમાવેશ છે, જેણે છેલ્લા 20 વર્ષમાં ઘણા જીવલેણ ચેપ ફેલાવ્યા છે.

સૌઇલ્મી અને ટોબલરનું સંશોધન
તેમના સંશોધનને આધારે ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય યુનિવર્સિટીના યાસીન સૌઇલ્મી અને રે ટોબલરે જણાવ્યું હતું કે અમારા પરિણામો બતાવે છે કે ઐતિહાસિક વાયરલ ફાટી નીકળવાના આનુવંશિક અવશેષોને કેવી રીતે શોધી કાઢવું એ અમને ભાવિ રોગચાળો ફાટી નીકળતા સારવારમાં મદદ કરી શકે છે. 

માનવ ઇતિહાસ જેટલો જ જૂનો રોગચાળો, ત્રણ ફ્લુએ વિનાશ વેર્યો છે
સૌઇલ્મી અને રે ટોબલર કહે છે કે વૈશ્વિક રોગચાળો કદાચ માનવ ઇતિહાસ જેટલો જૂનો છે. આપણે પહેલાં વૈશ્વિક રોગચાળાઓનો સામનો કરવો પડ્યો છે. એકલા 20 મી સદીમાં, ત્રણ પ્રકારનાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ 1918–20 નો ‘સ્પેનિશ ફ્લૂ’, 1957–58 નો ‘એશિયન ફ્લૂ’ અને 1968-69નો ‘હોંગકોંગ ફ્લૂ’, દરેકથી વ્યાપક વિનાશ સર્જાયો હતો, લાખો લોકોનો જીવ લેતા વાયરસ અને અન્ય સુક્ષ્મજીવાણુઓ દ્વારા થતા ચેપનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. ઘણા આનુવંશિક ગુણ શરીર દ્વારા આ વાયરસ સાથે સ્વીકાર્યા પછી રહી જાય છે.

જાણો કે શું કરે છે વાયરસ
એ એક સરળ જીવતંત્ર છે જેનો એક હેતુ છે, શક્ય તેટલી પોતાની જાતની નકલો બનાવવી. તેમની સરળ જૈવિક રચનાનો અર્થ એ છે કે તેઓ સ્વતંત્ર રીતે પુન:ઉત્પાદન કરી શકતા નથી. તેના બદલે, તેઓએ અન્ય સજીવોના કોષો પર આક્રમણ કરવું પડશે અને તેમની પરમાણુ મશીનરીનો કબજો લેવો પડશે. વાયરસ સંપર્ક કરે છે અને હોસ્ટ સેલ દ્વારા ઉત્પાદિત ચોક્કસ પ્રોટીન સાથે જોડાય છે, જેને આપણે વાયરલ ઇન્ટરેક્ટિંગ પ્રોટીન (VIP) કહીએ છીએ.

આનુવંશિક નિશાનો છોડી શકે છે રોગચાળો

શરીરના અનુકૂલનની ઘટનાઓના આનુવંશિક નિશાનો શોધવા માટે આનુવંશિકવાદીઓએ છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રભાવશાળી આંકડાકીય સાધનો વિકસાવ્યા છે. આ આનુવંશિક અવશેષો આજે લોકોના જીનોમમાં હાજર છે.

Most Popular

To Top