હવે ગામડાંના લોકો પણ પોતાની જૂની માન્યતાને નેવે મૂકી પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલા મોહબી અને મોહબુડી ગામની વિદ્યાર્થિનીઓ મુન્ની વસાવા અને માધવી વસાવા બંને જેઓ નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિદ્યાપીઠમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. ગામમાં ઈન્ટરનેટની સુવિધા નહીં હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિદ્યાર્થિની એક જ મોબાઈલ લઈને ગામ નજીક આવેલા ડુંગરની એક ટેકરી ઉપર જઈને વરસાદમાં પણ છત્રીના સહારે ઓનલાઇન શિક્ષણ મેળવી રહી છે.
ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ઈન્ટરનેટનો અભાવ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. પરંતુ મોહબી અને મોહબુડી ગામની આ બે વિદ્યાર્થિનીઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું ભવિષ્ય ઊજળું બનાવવા ગામથી દૂર જઈને ઓનલાઈન શિક્ષણ મેળવવા પ્રયાસ કરી રહી છે. જેથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.