SURAT

ટીડીએસના કાયદામાં આગામી 1 જુલાઈથી થશે વેપારી વર્ગ માટે આવા મોટા ફેરફાર

surat : આવકવેરા વિભાગ ( income tex department ) દ્વારા ટીડીએસ ( tds) ના કાયદાઓમાં આગામી 1 જુલાઇથી કેટલાક પરિવર્તન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી વેપારી વર્ગ માટે એક મહત્વનો ફેરફાર કરવામા આવ્યો છે. 1 જુલાઇથી કોઇ વેપારી અથવા જે કોઇ પણ ટીડીએસ કાપે છે તેણે એક ખાસ વાત ધ્યાને રાખવી પડશે કે તે જે વ્યક્તિનો ટેક્સ કાપે છે તેણે છેલ્લા બે વર્ષનું રિટર્ન ફાઇલ ( return file) કર્યુ છે કે નહીં, જો તેણે રિટર્ન ફાઇલ નહીં કર્યુ હોય અને તેના એકાઉન્ટમાં 50 હજારથી વધુ રકમની ટીડીએસ કે ટીસીએસ જમા હશે તો આવા કેસમાં બમણુ અથવા પાંચ ટકાના હિસાબે ટીડીએસ કાપવો પડશે. નહીં તો ટીડીએસ કાપનારા સામે જવાબદારી ઉભી કરવામાં આવશે.

સરકારનું કહેવું છે કે ઘણા લોકો એવા ધ્યાને આવ્યા છે કે જેઓના ખાતામાં ટીડીએસ અને ટીસીએસ પેટે ખુબ મોટી રકમ જમા છે પરંતુ તેઓ રિટર્ન ફાઇલ કરતા નથી, આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે આ જોગવાઇ કરવામાં આવી છે. જે અંગે વેપારી વર્ગ અને સીએ એસોસિયેશન દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે સરકારે ઇન્કમટેક્સની સાઇટમાં જ એક એવી સિસ્ટમ રજૂ કરી છે કે ટેક્સ કપાત કરનારા સામેવાળા વેપારીનો પાન નંબર એન્ટ્રી કરશે એની થોડીવારમાં જ તેણે રિટર્ન ફાઇલ કર્યુ છે કે નહીં તેની તમામ વિગતો મળી જશે. જેથી ટેક્સ કાપનારા વેપારીઓને પણ સરળતા રહેશે.

સીએ રાજેશ ભાઉવાલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો આ કાયદો 1 જુલાઇથી અમલમાં આવી જશે. સુરતમાં મોટાપાયે કાપડ વેપાર અને હીરા વેપાર તેમજ લુમ્સ કારખાનાઓ હોવાથી આ પ્રકારના આર્થિક વ્યવહારો મોટી સંખ્યામાં હોય છે. તેથી વેપારીઓએ નવા કાયદાથી અપડેટ થઇ જવું જોઇએ

Most Popular

To Top