ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં કક્વેલ દહેજ જીઆઈડીસીની વડદલા ખાતે વેલસ્પન કંપનીમાં કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ અચાનક અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરવાનો મામલો વધુ વિવાદિત બન્યો છે. કર્મચારીઓએ વાગરાના ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદન આપ્યા બાદ આગામી રણનિતિ તરીકે કંપનીના ગેટ સામે જ ધરણા પર બેસી જઈ કંપની સામે વિરોધ નોંધાવતા મામલો વધુ વિવાદિત બન્યો છે.