Gujarat

રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણની વાતમાં કોઈ તથ્ય નથી: મુખ્મયંત્રી રૂપાણી

ગાંધીનગર: તાજેતરમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ મીટિંગો લેવામાં આવતાં ગાંધીનગરમાં મંત્રી મડળના વિસ્તરણની અટકળો શરૂ થઈ જવા પામી હતી. જો કે ખુદ રૂપાણીએ આજે ગાંધીનગરમાં કહયું હતું કે રાજયના મંત્રી મંડળના વિસ્તારણની વાતમાં કોઈ તથ્ય નથી.

આજથી રાજયભરમાં વોક ઈન રસીકરણ શરૂ થવા પામ્યું છે. એટલું જ નહી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા તે દરમ્યાન મીડિયા દ્વારા પુછવામાં આવતા સીએમ રૂપાણીએ કહ્યુ હતું કે રાજયના મંત્રીમંડળમાં વિસ્તરણ થશે કે કેમ ?ના જવાબમાં તેમણે કહ્યુ હતું કે રાજયમાં મંત્રી મંડળના વિસ્તરણની વાતમાં કોઈ તથ્ય નથી. મંત્રીમંડળના વિસ્તરણની કોઈ જ વાત નથી. તેમણે કહ્યું હતું કે રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જો કે કોરોનાની ૩જી લેહરને ધ્યાને રાખીને સાવચેતી પણ જરૂરી છે. એટલા માટે રસીકરણ જરૂરી છે. ગુજરાતમાં સવા બે કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top