Gujarat

રાજ્યમાં કોરોનાના નવા કેસ 200ની નીચે, 185 દર્દી નોંધાયા

: રાજયમાં હવે કોરોનાની રફતાર ધીમી પડવા સાથે કેસો ઝડપથી ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 185 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજયમાં વધુ 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ 8.22 લાખ કેસો નોંધાવવા પામ્યા છે. જયારે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10032 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ગાંધીનગરમાં આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે છેલ્લા રાજયમાં 185 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 38 , સુરત મનપામાં 27 , વડોદરા મનપામાં 11, રાજકોટ મનપામાં 8 , જુનાગઢ મનપામાં 4, જામનગર મનપામાં 3 અને ભાવનગર મનપામાં 1 એમ 92 કેસ નોંધાયા હતા. જયારે 93 કેસો અન્ય જિલ્લાઓમાં નોંધાયા હતા.આજે સારવાર દરમ્યાન રાજયમાં 651 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી.જયારે રાજયમાં અત્યાર સુધીમાં 806193 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

હાલમાં રાજયમાં 6109 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 142 દર્દીઓ વેન્ટિલેટર પર અને અન્ય 5967 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.જેમાં અમદાવાદ મનપામાં 1 , દ્વ્રારકામાં 1, જુનાગઢમાં 1 અને ભાવનગરમાં 1 એમ 4 દર્દીઓનો સમાવેશ થાય છે, રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 10032 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

રવિવારે રાજ્યમાં 1.93 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે સાંજ સુધીમાં 1,93,382 લોકોનું રસીકરણ કરાયું હતું. જેમાં 45 વર્ષથી વધુ ઊંમરના 25013 લોકોને રસીનો પ્રથમ ડોઝ , 45 વર્ષથી વધુ વયના 23581 લોકોને રસીનો બીજો ડોઝ , 18થી 45 વર્ષ સુધીના 136686 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 8273 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 2,20,68,302 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top