સરકારે કોરોના વાયરસના ( corona virus) કારણે થયેલા મોતના બાબતે જાહેરાત કરી છે, જે અનુસાર સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર નહીં આપે. કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને વળતર આપવાની મોદી સરકારે ( modi goverment) સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં ( supreme court) આ અંગે દાખલ કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે એક બિમારીથી થતા મોત પર વળતર આપવામાં આવે અને બીજી બિમારીથી પીડિત લોકોને ન આપીએ તો તે ખોટું છે.
કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર પરિવારને વળતર આપવાની મોદી સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે દાખલ કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકાર તરફથી સોગંદનામામાં આ પ્રકારની વાત કહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે, કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 4 લાખનું વળતર આપી શકાય નહીં. કાયદા અંતર્ગત વળતર ફક્ત પ્રાકૃતિક કટોકટી, ભૂકંપ, વાવાઝોડા જેવા આફતને લાગૂ પડે છે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે. એક બિમારીથી થતા મોત પર વળતર આપવામાં આવે અને બીજી બિમારીથી પીડિત લોકોને ન આપીએ તો તે ખોટુ છે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કોવિડને કારણે થતાં મૃત્યુ પર 4 લાખ રૂપિયા વળતરની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને માર્ગદર્શિકા 2015 માં રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટનાને કારણે થતાં મૃત્યુ પર 4 લાખનું વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે. આના પર કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિયમ ફક્ત ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતોને લાગુ પડે છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર દ્વારા ફાઇલ કરેલા સોગંદનામામાં એમ કહેવામાં આવ્યું છે કે, “કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને જો -4 લાખનું વળતર આપવામાં આવે તો રાજ્ય આપત્તિના તમામ રાહત ભંડોળ (એસડીઆરએફ) અહીં ખર્ચવા પડશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો તમામ નાણાં ખર્ચવામાં આવે તો તોફાન-પૂર જેવી આપત્તિઓનો સામનો કરવા એસડીઆરએફ પાસે ભંડોળની અછત રહેશે. સરકાર વતી દલીલ કરવામાં આવી છે કે રોગચાળાના આ યુગમાં સરકારને પૈસાની જરૂર છે.
સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, “2019-20માં રાજ્ય સરકારો એસડીઆરએફ દ્વારા મહત્તમ 35% ભંડોળનો ઉપયોગ કરી શકે છે, પરંતુ રોગચાળાના સમયગાળામાં, આ મર્યાદા 2020-21માં વધારીને 50% કરી દેવામાં આવી છે.” કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, “આરોગ્ય સંભાળ કામદારોને 50 લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે. આ માટે વીમા કંપનીઓને 442.4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.”
કેન્દ્રના એફિડેવિટ મુજબ, “રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા કોવિડ -19ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે 2019-20 માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધારાના 1,113.21 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય, કોવિડ -19 કટોકટી પ્રતિસાદ અને આરોગ્ય માટે સિસ્ટમ તૈયાર કરવા “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 8,257.89 કરોડ આપવામાં આવ્યા હતા.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે મૃત્યુ પ્રમાણપત્ર અંગે પણ કોઈ માર્ગદર્શિકા છે કે કેમ, કારણ કે મૃત્યુનું કારણ કોવિડ તરીકે મૃત્યુ પ્રમાણપત્રમાં નોંધાયેલું નથી. આ અંગે પણ કેન્દ્રએ કહ્યું હતું કે મે 2021 માં, રજિસ્ટ્રાર જનરલ દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જે અંતર્ગત મૃત્યુના 21 દિવસની અંદર મૃત્યુનું પ્રમાણપત્ર બનાવવું જરૂરી છે.