ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું ( the flying sikh milkha singh ) 91 વર્ષનીવયે કોરોનાથી નિધન ( corona death) થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખાસિંહ 20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.ફ્લાઇંગ શિખ’ (91) (Milkha Singh) ને કોરોના થયો હતો. તે પહેલાં મોહાલીની નજીક હોસ્પિટલમાં થોડા દિવસ એડમિટ રહ્યા. તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તબિયત બગડતાં તેમને ફરીથી પીજીઆઇ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની પીજીઆઇમાં સારવાર ચાલી રહી હતી. તેમનો 2 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમની તબિયતમાં સુધારો પણ હતો.
મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.
મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( narendra modi) , ગૃહમંત્રી અમિત શાહે ( amit shah) સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના ( twitter) માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તેમના પરિવારના નિવેદન અનુસાર, ‘મિલ્ખા સિંહ (Milkha Singh) માટે દિવસો થોડા મુશ્કેલ હતા. પરંતુ તેઓ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.’ તેઓ ગયા મહિને કોવિડ-19 સંક્રમણ થયા હતા. કોવિડ-19 સંક્રમણ સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
મિલ્ખાએ કહ્યું હતું કે હું લોકોને કહું છું કે ઓછું ખાઓ, કારણ કે બધી જ બીમારી પેટથી જ શરૂ થાય છે. મારો અભિપ્રાય છે કે ચાર રોટલીની ભૂખ છે તો બે રોટલી જ ખાઓ. જેટલું પેટ ખાલી રહેશે એટલા આપ સારા રહેશો. ત્યાર બાદ હું ઇચ્છીશ કે 24 કલાકમાંથી 10 મિનિટ માટે રમતના મેદાનમાં જવું ખૂબ જ જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે પાર્ક હોય કે રસ્તો…પણ જાઓ અને દસ મિનિટ સુધી ઝડપથી ચાલો. થોડું કૂદી લેવું, હાથ-પગનો ઉપયોગ કરો. લોહી શરીરમાં ઝડપથી દોડવા લાગશે તો એ બીમારીને પણ તાણી જશે. તમારે પણ મારી જેમ ડોકટરની પાસે જવાની જરૂર રહેશે નહીં. શરીરના આરોગ્ય માટે 10 મિનિટ કાઢવી ખૂબ જ જરૂરી છે.