Business

Fruit Hair Pack થી વાળને ખરતાં અટકાવો

તમારા વાળને મજબૂત, લાંબા અને સિલ્કી બનાવવા માટે તમે બજારમાં મળતી અનેક પ્રોડકટસ પર પૈસા અને સમય બરબાદ કર્યા હશે છતાં શક્ય છે કે તમને  યોગ્ય પરિણામ મળ્યું ન પણ હોય. કદાચ મળ્યું હોય તો પણ વાળને એનાની લાંબા ગાળે નુકસાન થઇ શકે છે. પરંતુ જો તમે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરો તો વાળને કેમિકલ્સથી થતાં નુકસાનથી બચાવી શકાય છે. તમે ફ્રૂટ હેર પેક ટ્રાય કરી શકો. છૂંદેલાં ફળો વાળમાં લગાડવાનું જરા વિચિત્ર લાગી શકે પરંતુ એ તમારા ખરતા વાળ માટેનો કાયમી ઇલાજ પણ બની શકે છે.

ઓરેન્જ હેર પેક

  • ઓરેન્જ જયુસ નેચરલ હેર કન્ડિશનરનું કામ કર છે. તેમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ખોડો દૂર કરવામાં મદદ કરે છે.
  • સામગ્રી
  • 1 નંગ ઓરેન્જ
  • 2-3 ટેબલસ્પૂન કોપરેલ
  • રીત
  • – સંતરાનો રસ કાઢો
  • – એક બાઉલમાં બે-ત્રણ ટેબલસ્પૂન ઓરેન્જ જયુસ અને એટલી જ માત્રામાં કોપરેલ મિકસ કરો.
  • – આ મિશ્રણથી વાળમાં અને વાળના મૂળમાં મસાજ કરો. 20-30 મિનિટ બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.

પપૈયાં-ઓલિવ ઓઇલ હેર પેક

  • પપૈયું અને મધ વાળને પોષણ આપશે. ઓલિવ ઓઇલ હેર ફોલિકલ્સને મજબૂત કરી વાળનો ગ્રોથ કરશે.
  • સામગ્રી
  • 1/2 કપ ઓલિવ ઓઇલ
  • 1 નંગ પાકું પપૈયું
  • 2 ટેબલસ્પૂન મધ
  • રીત
  • – એક બાઉલમાં પાકા પપૈયાંને સ્મુધ
  • પેસ્ટ થાય ત્યાં સુધી છૂંદો. તમે એની
  • મિકસરમાં પણ પેસ્ટ કરી શકો.
  • – એક બાઉલમાં પપૈયાનો પલ્પ, ઓલિવ ઓઇલ અને મધ મિકસ કરી સ્મુધ પેસ્ટ કરો.
  • – એને વાળમાં લગાડી 30 મિનિટ રાખો. પછી વાળને હૂંફાળા કે ઠંડા પાણીથી ધોઇ નાખો.

કીવી હેર પેક

  • કીવી માત્ર તમારા આરોગ્ય માટે જ ગુણકારી નથી પરંતુ વાળ પર પણ એ ચમત્કાર કરે છે. એ વાળને પોષણ આપી વાળને ખરતાં અને તૂટતાં અટકાવે છે.
  • સામગ્રી
  • 2 ટેબલસ્પૂન કીવી પલ્પ
  • 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
  • 1 ટીસ્પૂન કાંદાનો રસ
  • રીત
  • – એક બાઉલમાં બધી સામગ્રી મિકસ કરો.
  • – એને વાળમાં લગાડી 15-20 મિનિટ રહેવા દો
  • – ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી ધોઇ કન્ડિશનર લગાડો.

મેંગો હેર પેક

  • કેરીમાં વિટામિન્સ, પ્રોટિન અને એન્ટી ઓકિસડન્ટસ ભરપૂર માત્રામાં હોવાથી એ હેર લોસ માટે હેલ્ધી હેર માસ્ક છે.
  • સામગ્રી
  • 1 નંગ કેરી
  • 1 નંગ ઇંડું
  • 2-3 ટેબલસ્પૂન દહીં
  • રીત
  • – એક પાકી કેરીની બ્લેન્ડરમાં પેસ્ટ કરો.
  • – તેમાં દહીં અને ઇંડાંની જરદી નાખી બરાબર બ્લેન્ડ કરો
  • – આ પેકને વાળમાં લગાડી 15-20 મિનિટ રાખો. ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.

બનાના હેર પેક

  • કેળાં અને ગાજરમાં કાર્બોહાઇડ્રેટસ, વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટસ સારા પ્રમાણમાં હોય છે. એ વાળને પાતળા થતાં અટકાવી વાળનો ગ્રોથ કરે છે.
  • સામગ્રી
  • 1 નંગ ગાજર
  • 1 નંગ પાકું કેળું
  • 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
  • રીત
  • – એક ગ્લાસ પાણી ઉકાળી એમાં સમારેલાં ગાજર અને કેળાં નાંખો
  • – એ નરમ થાય એટલે મિકસરમાં સ્મુધ પેસ્ટ કરો.
  • – તેમાં ઓલિવ ઓઇલ મિકસ કરી વાળમાં લગાડી મસાજ કરો અને 30 મિનિટ બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.

Most Popular

To Top