SURAT : શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામોને લઈ સ્થાનિકો અવારનવાર વિરોધ કરતા હોય છે. ભાજપનો ગઢ ગણાતા અડાજણ ( adajan) વિસ્તારમાં પણ ભાજપનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. અડાજણની હિમગીરી સોસાયટીના રહીશોએ વિકાસના કામો નહીં થતા ભાજપનો વિરોધ કર્યો છે. ભાજપ સત્તા પક્ષ છતાં સુરતના કેટલાય વિસ્તારોમાં લોકો હવે ભાજપની કામગીરીને લઈને નારાજ જોવાઈઓ રહ્યા છે ત્યારે લોકો પણ અહેવ ભાજપને ( bhajap) વિદાય આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
વોર્ડ નંબર-11 (અડાજણ ગોરાટ)માં આવેલી હિમગિરી સોસાયટીના રહીશોએ બેનર લગાવી ભાજપનો વિરોધ કર્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ‘‘અમે ભાજપને વોટ આપીને ભુલ કરી છે. છેલ્લા 25 વર્ષથી અમે ભાજપને વોટ આપ્યો છે, પણ ભાજપે અમને 25 વર્ષથી વિકાસથી દુર રાખ્યા છે. જેથી આવનારા સમયમાં ભાજપે અમારી પાસે વોટની ભીખ માંગવા આવવું નહીં’’. અત્યાર સુધી શહેરના વરાછા વિસ્તારમાં ભાજપનો વિરોધ થતો હતો, પરંતુ હવે ભાજપના ગઢ ગણાતા કોટ વિસ્તાર અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. જે વાત આંખે ઉડીને વળગે તેવી છે.
મેયર હેમાલી બોઘાવાલાના ( hemali bodhawala) વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. 25 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે.ત્યારે હવે લોકો હવે ભાજપના આવા શાસનથી પરેશાન છે.