વ્યારાની વૃંદાવાડી આઈસ ફેક્ટરી પાછળ રહેતી વૈશાલીબેન ગામીતના ઘરે જુગાર રમાતો હોવાથી એલસીબીએ રેડ કરી હતી. જેમાં ૧૨ ઇસમ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ જુગારિયાઓ પાસેથી અંગજડતી દરમિયાન રોકડા રૂ.૧,૦૫,૬૪૦ દાવ ઉપરના રોકડા રૂ.૧૭,૫૦૦ મળી કુલ રૂ. ૧,૨૩,૧૪૦ કબજે કર્યા છે. પોલીસે મોબાઈલ નંગ ૧૩ કિં.રૂ. ૧ લાખ, મો.સા. નંગ ૨ કિં.રૂ. ૪૦ હજાર મળી કુલ કિં.રૂ. ૨,૧૯,૧૪૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારાના (૧) ઈશ્વર ગોહિલ, ઉ.વ.૪૫, શ્યામ વાટીકા, રો હાઉસ, મુસા રોડ, (૨) હરીશ ચૌધરી ઉં.વ.૪૨, (૩) ભીખુ ચૌધરી ઉં.વ.૪૪, (૪) અવિનાશ ગામીત ઉં.વ.૧૮, (૫) પ્રદીપ રાણા ઉં.વ.૩૯, (૬) પરેશ રાણા ઉં.વ.૪૩ (ચારેય રહે.,આઈસ ફેક્ટરી પાછળ, વૃંદાવાડી), (૭) રિતેશ દેસાઈ ઉં.વ.૪૩ અભિષેક એસ્ટેટ તળાવ રોડ, (૮) કમલેશ ઢીંમ્મર ઉ.વ.૩૧ તોરણ રેસિડેન્સી, મુસા રોડ, (૯) ચિરાગ ઢીમ્મર ઉં.વ.૧૯ માછીવાડ, (૧૦) મયંક ગામીત ઉં.વ.૨૮ મોટું ફળિયું, નાની ચીખલી, (૧૧) રાહુલ ગામીત ઉં.વ.૨૩ બંધારી ફળિયું, નાની ચીખલી, (૧૨) સંજય રાણા ઉં.વ.૪૬ પાણીની ટાંકી પાસે, ગોલવાડની પોલીસે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.