બીલીમોરામાં ચિમોડિયા નાકા એસ.વી.પટેલ રોડ પાસેના બેનસો સામે લીકેજ ડ્રેનેજની લાઈનને રીપેરીંગ કરતી વેળા પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠો ખોરવાયો હતો. જેનું સમારકામ પાલિકાએ હાથ ધરતા લીકેજ રીપેરીંગ થયાં બાદ પાણી પુરવઠો પૂર્વવત થશે.
બીલીમોરા ચીમોડિયા નાકા પર ઓવરબ્રિજની કામગીરીમાં ભુગર્ભમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇનના પાસેથી પસાર થતી ડ્રેનેજની લાઈન લીકેજ થતા પાલિકા દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.
જેમાં જે.સી.બી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં જે.સી.બી.નો પાવડો નજીકમાંથી પસાર થતી પાણીની 300 એમએમની લાઈનમાં અડી જતા પાણીની લાઈન લીકેજ થતા નજીકમાં બનતા માર્ગ માટે કરવામાં આવેલા ખાડામાં ભરાયું હતું. જેના કારણે વાહન વ્યવહાર અટક્યો હતો. પાલિકાએ તેનું સમારકામ હાથ ધર્યું હતું. આ લીકેજના કારણે ખાડા વિસ્તાર, એસ.વી.પટેલ રોડ, તીસરી ગલી વિસ્તાર સહિતનો પાણીનો પુરવઠો પ્રભાવિત થયો હતો. પાલીકા કર્મીઓએ તેનું સમારકામ હાથ ધરતાં સાંજ સુધી કામ પૂર્ણ થયા બાદ પાણી પહોચાડવામાં આવશે. કેટલાય સમયથી ચાલતી ઓવરબ્રિજની કામગીરીના કારણે એસ.વી.પટેલ માર્ગ પર રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસામાં આ વિસ્તારના લોકોની હાલત બદથી બત્તર થશે તેમાં કોઈ શંકા નથી.