SURAT

કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર તૈનાત: સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજન

સુરત : સુરત જિલ્લા પંચાયત (surat jilla panchayat)ના આરોગ્ય વિભાગે (health dept) કોરોનાના સેકન્ડ પિક ઉપરથી બોધપાઠ લઇ આગામી ત્રીજી લહેર (corona third wave) પહેલાં આરોગ્ય કેન્દ્રોને સાધન સુવિધાઓથી સજજ કરવાની કવાયત (preparation) શરૂ કરી દીધી છે.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની સેકન્ડ પિક ઘણી ઘાતક રહી હતી. શહેર અને જિલ્લામાં કોરોનાએ સર્જેલી સુનામીમાં સેંકડો નિદોર્ષ લોકો કાળનો કોળિયો બની ગયા હતાં. કોરોના સામે સમગ્ર પ્રશાસન ભોંયભેગુ થઇ ગયું હતું. જેને પગલે શહેર અને જિલ્લામાં વીતેલા બે મહિના ભયાનક પરિસ્થિતિ વાળા સાબિત થયાં હતાં. લોકો ઓક્સિજનથી માંડીને ઇન્જેક્શન અને બેડ માટે તડપતા જોવા મળ્યાં હતાં. આ ઘટના ઉપરથી શિખ લઇ જિલ્લાને પંચાયતના આરોગ્ય વિભાગે 10 કરોડના ખર્ચે આગોતરૂ આયોજન કરી નાંખ્યુ છે.

સુરત જિલ્લામાં તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને તાલુકા કક્ષાના આરોગ્ય કેન્દ્ર ઉપર 300થી 1000 લિટર ઓક્સિજન ક્ષમતા ધરાવતા ઓક્સિજન બેડ તૈયાર કરાશે. સુરત જિલ્લા પંચાયતે 650 બેડ માટે સવલતો કરી છે. આ તમામ બેડ ઓક્સિજન ફેસિલિટી સાથે હશે . જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે માંડવી, બારડોલી, અરેઠ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, પલસાણા, અનાવલ, ઝંખવાવ, માંગરોળ તેમજ કડોદ સહિત સાયણ અને ખરવાસા ખાતે ઓક્સિજન બેડની સવલતો ઊભી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે માટે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ સહિત અલગ અલગ કંપનીના સીએસઆર મારફત ફંડ મેળવવામાં આવશે. સાંસદ સભ્યો અને ધારાસભ્યો પણ આ માટે ફંડ ફાળવશે.

સુરત જિલ્લામાં કોરોનામાં 1 મોત 24 નવા પોઝિટિવ કેસ

સુરત જિલ્લામાં કોરોનામાં વિતેલા 24 કલાકમાં એક મોત સાથે નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં બારડોલીના તેન ગામની વૃદ્ધાનું કોરોનામાં મોત નિપજયું છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનામાં કુલ મરણાંક 476 થયો છે. તેવી જ રીતે જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 3, ઓલપાડમાં 6, પલસાણામાં 3, બારડોલીમાં 5, મહુવામાં 2, માંડવીમાં 4 અને માંગરોળમાં 1 કેસ પોઝિટિવ નોધાયો છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 31,863 થઇ છે. હાલ 614 પેશન્ટ સારવાર હેઠળ છે. તેમજ વિતેલા 24 કલાકમાં 104 પેશન્ટને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જિલ્લામાં 30773 પેશન્ટ સાજા થતા રજા અપાઇ છે.

Most Popular

To Top