સુરતઃ (Surat) શહેરમાં મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટને (Metro rail Project) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી અપાયા બાદ, પ્રોજેક્ટની કામગીરી ઝડપ પકડી રહી છે. કુલ રૂા. 12,636 કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટ બે ફેઝમાં વહેંચાયો છે. મેટ્રો રેલ સુરતમાં જમીનથી ઉપર એટલે કે એલિવેટેડ રૂટ પર, જમીનની નીચે એટલે કે અંડરગ્રાઉન્ડ રૂટમાં, જમીન પર એટલે કે રસ્તા પરની સાથે સાથે નદી (River) પર પણ દોડશે. મેટ્રો રેલ સરદાર બ્રીજ (Bridge) અને કેબલ બ્રીજની વચ્ચેથી દોડશે. હાલમાં સરથાણાથી ડ્રીમસિટીના રૂટ પર સોઈલ ટેસ્ટિંગ(જમીન-ભુપરીક્ષણ) ની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. તેમજ બીજા ફેઝના રૂટ માટે પણ સર્વે શરૂ કરી દેવાયો છે. તેમજ જે રૂટ પરથી મેટ્રો પસાર થશે ત્યાં લાઈનદોરી મુકાવવાની પણ મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
જો કે રાજમાર્ગ પર અંડર ગ્રાઉન્ડ રૂટ માટે પાઇલ ટેસ્ટિંગનું કામ શરૂ થતા જ કોરોનાકાળમાં ધંધો ગુમાવનાર વેપારીઓમાં વિરોધનો સુર પણ જોવા મળી રહયો છે. પરંતુ સુરત માટે આ પ્રોજેકટ અતી મહત્વવો છે. સુરતમાં મેટ્રો રેલના રૂટની ખાસીયત એ છે કે મેટ્રો રેલ સુરતમાં જમીનથી ઉપર એટલે કે એલિવેટેડ રૂટ પર, જમીનની નીચે એટલે કે અંડરગ્રાઉન્ડ રૂટમાં, જમીન પર એટલે કે રસ્તા પરની સાથે સાથે નદી પર પણ દોડશે, મેટ્રોના બીજા ફેઝના રૂટ સારોલીથી ભેસાણ માટે મેટ્રો રેલ માટે અઠવા ચોપાટીથી સામા કાંઠે અડાજણ બદ્રીનારાયણ મંદિરને જોડતો બ્રિજ બનશે અહી મેટ્રો રેલ સરદાર બ્રીજ અને કેબલ બ્રીજની વચ્ચેથી દોડશે.
શહેરમાં મેટ્રો માટે કુલ 40.35 કિ.મીનો રૂટ નક્કી કરી દેવાયો છે. જેમાં હાલમાં ફેઝ 1 અંતર્ગત સરથાણાથી ડ્રીમસીટીના 21.61 કિ.મીના રૂટ પર કામગીરી શરૂ થઈ ચુકી છે. તેમજ 6.47 કિ.મીનો અંડરગ્રાઉન્ડ રૂટ છે. તેમજ 15.14 કિ.મીના એલીવેટેડ રૂટ છે. તેમજ બીજા ફેઝ અંતર્ગત કુલ 18.74 કિ.મીના રૂટ પર કુલ 18 સ્ટેશનો હશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી. સવાણી સ્કૂલ, પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એક્વેરિયમ, બદરી નારાયણ મંદિર, ચોપાટી, મજુરા ગેટ, ઉધના દરવાજા, કમલા દરવાજા, અંજના ફાર્મ, મોડેલ ટાઉન, મગોબ , ભારત કેન્સર હોસ્પિટલ, સરોલી હશે. જેમાં ચોપાટીથી અડાજણ રૂટ માટે તાપી નદી પરથી મેટ્રો દોડશે.