Dakshin Gujarat

પલસાણામાં આયુષ ડોક્ટરોને હેરાન કરાતાં મામલતદારને આવેદન

પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં હોવાની રાવ સાથે તબીબોએ પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આયુષ ડોક્ટરોએ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પલસાણા વિસ્તારમાં મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતાં એક પછી એક બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કામગીરી આવકાર્ય છે. પરંતુ આ વિસ્તારમાં આયુષ તબીબોને હેરાનગતિ થઈ રહી છે.

આ આયુષ ડોક્ટરો કોરોના કાળમાં જીવની પરવા કર્યા વગર સરકાર સાથે ખભેખભા મિલાવી કામ કરી રહ્યા છે. 108માં કે આયુષમાન ભારતમાં કે આરબીએસકે તરીકે પછી એનએચએમમાં આ ડોક્ટર અવિરત સેવા કરી રહ્યા છે. પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાઈ રહી છે અને એફ.આઈ.આર. જેવી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડતો હોવા અંગે પલસાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને પલસાણા મામલતદાર દ્વારા આ અંગે કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top