વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડી નાગરિકોના 100 કરોડ પહેલાજ વરસાદે કનુકસાન થશે. વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી હજી સુધી થઈ નથી તેનો નમુનો સ્થાયી સમિતિની મળેલી બેઠક દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં હજુ હવે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે કહી શકાય તે પ્રિમોન્સૂન ની કામગીરી પોલ કોર્પોરેશન ખોલી રહ્યું છે. અને જ્યાં વરસાદી ગટરની કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યાં કામદારોને સેફટી વગર ગટરમાં ઉતારવામાં આવે છે.
હવામાન ખાતાએ જ્યારે આગામી સપ્તાહમાં ચોમાસાની શરૂઆત થઇ જશે ત્યારે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડી દેખાઈ રહી છે.જે નિકોલ અગાઉ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોન વિસ્તારમાં વરસાદી ગટરની સાફ સફાઈ, વરસાદી કાસ સહિત ની કામગીરી કરવાની ટેન્ડર દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 50 -50 લાખનું મંજુર કરવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે જ્યારે ચોમાસુ આવવાની તૈયારી છે ત્યારે કોર્પોરેશન દ્વારા જ પોતાની પોલ ખોલી છે.
દર વર્ષે વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે આખું શહેર જળબંબાકાર થઈ જાય છે જે અગાઉ 2005 હોય 2010 હોય કે 2016j રાવપુરા, દાંડિયા બજાર, કારેલીબાગ , ગોરવા, ગોત્રી, આજવા રોડ, વાઘોડિયા રોડ એવા અનેક વિસ્તાર એવા છે જ્યાં હજુ સુધી વરસાદી પાણી ભરાય છે અને હજી સુધી ત્યાં પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. મહત્વની વાત છે કે આ વખતે ગામ નો વિસ્તાર પણ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરનું જે વિસ્તાર સમાવેશ થયો છે તેનો કોર્પોરેશન દ્વારા નાગરિકોને સુવિધા આપવામાં આવતી નથી અને વધુ સાત ગામ નો સમાવેશ બાદ હવે જોવાનું એ છે કે આ વર્ષે વરસાદ માં શું પરિસ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે પહેલાં વરસાદમાં નાગરિકોને ૧૦૦ કરોડનું નુકસાન થાય છે.