Vadodara

સાવલી નગર પાલિકાના સભાસદો દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડવા આવેદનપત્ર સુપ્રત કરાયું

વડોદરા: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સાવલી નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ નવી બોડી બન્યા બાદ સાવલીના નગરજનોની સુખાકારી માટેના કામો કરવામાં વિલંબ થઈ રહયો હોવાથી પૂર્વ ભાજપના અને હાલ કોંગ્રેસના ચૂંટાયેલા અને કોંગ્રેસના સભાસદો દ્વારા સાવલી નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને સાવલી નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને અન્ય વિકાસના કામો તાકીદે કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

સાવલી નગર પાલિકાના ૨૪ સભ્યોમાંથી ૧૬ સભાસદો ભાજપાના છે અને ૮ સભાસદો કોંગ્રેસના છે. ચૂંટણીના પરિણામો બાદ નગર પાલિકામાં શાસન સંભાળતા નગરજનો માટે પ્રાથમિક જરૂરીયાત સહિત વિકાસના કામો થતા ન હોવાથી કોંગ્રેસના ૮ સભાસદો દ્વારા નગરજનો માટે પ્રાથમિક સુવિધાના કામો થતા ન હોવાથી વારંવાર મૌખિક રજૂઆતો કરાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા જરૂરીયાતના કામો કરવામાં ના આવતા ૮ મેના રોજ પાલિકાના ચીફ ઓફિસરે આવેદનપત્ર સુપરત કરાયું હતું. સાવલીમાં વિકાસના કામો મંથરગતિઍ થતાં હોઈ તેમજ કામોની ગુણવત્તા હલકી હોવાથી કાર્યવાહીની માંગ કરાઇ હતી.

 સાવલીમાં નવા બનેલા આરસીસી રોડ તૂટી ગયા હોઈ તેનું સમારકામ કરવા માટે જણાવાયું હતું. ભૂગર્ભ ગટર યોજનની કામગીરી કરવામાં આવી છે. પરંતુ તેની સાફસફાઈ કરાતી ન હોવાથી સાવલીના ટાંકી રોડ, માતા ભાગોળ, શિહોરા ભાગોળ સહિતના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરોની કામગીરી કરવા જણાવાયું હતું. જેથી નગરમાં રોગચાળો ફેલાતો અટકાવી શકાય. સાવલીના કેટલાય વિસ્તારોની સાફસફાઈ કરાતી ન હોવાથી આવા વિસ્તારોની સાફસફાઈ તાત્કાલિક શરૂ કરાવવા જણાવાયું હતું.સાવલી નગરમાંથી પસારથતી રંગાઈ કાંસની સફાઈ નગરપાલિકા દ્વારાકરવામાં આવી રહી છે.તેમાં ઝડપ લાવીને ચોમાસા પહેલા સાફ કરવા માટેની માંગ કરી છે.

 વિકાસના કામોમાંથયેલ વિલંબને કારણે નાગરીકોને ભોગવવીપડતી હાલાકીને ધ્યાને લઈને બોગસ રોયલ્ટીના નામે રસ્તા બનાવેલા બતાવી પૈસા મેળવીને નગર પાલિકાને આર્થિકનુકસાન પહોંચાડનારા તત્વો સામે વિરોધ દર્શાવીને આ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રની નકલ જિલ્લા કલેકટર સહિત પ્રાદેશિક કમિશનરને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું હતું. પૂર્વ ભાજપના અને હાલ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભાસદ હસમુખ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે નગરપાલિકાના સારાકામોમાં અને લોકો ઉપયોગી કામોમાં સાથ-સહકાર આપીશું. પરંતુ જયાં ખોટું થતું હશે તેનો હંમેશા વિરોધ કરીશું.

Most Popular

To Top