Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ સોનાની ખાણ હોઈ મેયર અને શહેર ભાજપ અધ્યક્ષ આમને-સામને આવી ગયાં

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયા બેઠક યોજી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવો, સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિશ્વમિત્રી શુદ્ધિકરણ અંગેબેઠકોનો દોર પણ મેયર કેયુર રોકડીયા ની અધ્યક્ષતામાં શરૂ કરી દેવામાં આવ્યો છે.

એક બાજુ શહેરના ભાજપ અધ્યક્ષ વિજય શાહ વડોદરા ટીમ અંતર્ગત વિશ્વામિત્રી નદી નો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે અને કરોડો રૂપિયા સરકાર પાસે પ્રોજેક્ટ પણ પાસ કરવા તૈયાર છે ત્યારે બીજી બાજુ Ngt ના ચુકાદા બાદ આજે પર્યાવરણવિદો રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ સાથે મેયર કેયુર રોકડિયા એ એક બેઠક યોજી હતી. વિશ્વામિત્રી નદી પુન:જીવીત કરવા માટે પર્યાવરણ વિશે આગળ આવ્યા છે. વિશ્વામિત્રી સોનાની ખાણ સમાન હોય તેને લઈને શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ અને મેયર કેયુર રોકડિયા આમને-સામને આવી ગયા છે.મેયર કેયુર કેવડીયા પોતાને ટેકનો ક્રેટ એન્જિનિયર સમજે છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ ટેક્નોક્રેટ એન્જિનિયર કે ડૉક્ટરનો વિષય નથી. NGT ના ચુકાદા બાદ પર્યાવરણવિદ સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે આજે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ ખાતે મીટીંગ યોજી હતી અને વિશ્વામિત્રી નદી કેવી રીતે ચોખ્ખી કરવી દબાણો કેવી રીતે દૂર કરવા ડિજિટલ મેપિંગ કેવી રીતે કરવો તેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીને લઈને પર્યાવરણવિડ  નિસ્વાર્થભાવે નદીને પુનઃજીવીત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે તેઓની ઈચ્છા છે કે વિશ્વામિત્રી નદી જે પવિત્રનદી છે તે ચોખ્ખી થઈ જાય નદી પહોળી થઇ જાય અને તેની ઉપર આવેલા છે દબાણો છે તેને પણ તોડી નાખવામાં આવે જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને સોનાની ખાણ કહેવાતા પ્રોજેક્ટ પર કેટલા રાજકારણીઓ મોટા માથાઓ થનગની રહ્યા છે સરકાર દ્વારા જે ફંડ કરવામાં આવે તેના પર તેઓ ધંધો કરી રહ્યા છે.

અગાઉ પણ જ્યારે બાળુ શુક્લ મેયર હતા ત્યારે વિશ્વામિત્રી નદીનું તેઓએ અભિયાન ઉઠાવ્યું હતું અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદી ની અંદર કામગીરી ચાલુ કરીને કચરો પણ હટાવવામાં આવ્યો હતો ત્યારબાદ એક કામગીરી બંધ થઈ ગઈ હતી ત્યારબાદ તેઓ સાંસદ પણ બન્યા હતા ..ત્યાર બાદ મેયર અને સાંસદ પણ બદલાઈ ગયા પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી અગાઉ પણ વિશ્વામિત્રને લઈને નાટકો થઈ ચૂક્યા છે હવે ફરી વિશ્વામિત્રી નદી ના પ્રોજેક્ટ અને સોનાની ખાણ સમજે છે તેઓ 1 કિલોમીટર સુધી તેનું કામગીરી કરશે અને રાજ્ય અને સરકાર પાસેથી આવેલા કરોડો રૂપિયાનો હોઈયા કરી નાખશે.

ત્રણ પેઢીથી નાગરિકોને માત્ર વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરવામાં આવે છે પણ હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ જેમાં બિલ્ડર, હોટલ, પ્લોટ સ્કૂલ-કોલેજ, ધંધાકીય પ્લોટ પણ આવેલા છે તેનો પણ તોડવા નો વારો આવી શકે છે તેના પર પણ રાજકારણીઓ અને મોટા માથાઓ ભ્રષ્ટાચાર પણ આચરશે. ત્રણ પેઢીથી નાગરિકો માત્ર વિશ્વામિત્રીના સ્વપ્ન જોઇ રહી છે અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top