વડોદરા: સાવલી નગર પાલિકામાં સત્તાધિશો તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યોની મીલીભગતથી િબલ્ડર અને પૂર્વ સભાસદો દ્વારા શાકભાજી માર્કેટમાં ઓટલા બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે સાવલી કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલે જે તે સમયે ચીફ ઓિફસરને જાણ કરી હતી. પરંતુ ચૂંટણીને કારણે વાત ખોરંભે ચઢી હતી.
સાવલી નગર કોંગ્રેસના પ્રમુખ અને વર્તમાન સભાસદ કલ્પેશ પટેલે ગુજરાત મિત્ર સાથેની વાતચતમાં જણાવ્યું હતું કે, સાવલી નગર પાલિકાની જગ્યામાં ખાનગી બિલ્ડર કોઈપણ પ્રકારનો વર્ક ઓર્ડર ટેન્ડર કે ઠરાવ વગર શાકમાર્કેટ 14 જેટલી દુકાનોનના ઓટા બાંધીને છત ઉપર છાપરા લગાવવામાં આવી રહયા હોવાની જાણ થતાં અમે આ અંગે તંત્રનંુ ધ્યાન દોરવા માટે પ્રાંત અિધકારી િજલ્લા કલેકટર વુડા અિધકારી સહિત પ્રાદેશિક કમિશનને જાણ કરી હતી. નગર પાિલકા દ્વારા આ મામલે કાર્યવાહી ન કરાતા બિલ્ડર પૂર્વ સભાસદો સહિત નવા સભાસદોની મીલીભગતની આ બાંધકામ કરાતું હોવાની આક્ષેપ કર્યો હો અને આ મામલે કસૂરવારો સામે ગેરકાયદેસર પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.