વ્યારા આઇટીઆઇમાં અભ્યાસ કરતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનાં તાલિમાર્થીઓની પરીક્ષા લાંબા સમયથી કોવિડનાં કારણે નહીં લેવાતાં તેઓ નોકરી માટે અરજી કરી શકે તેમ નથી. આ પરીક્ષા ત્વરીત લેવાય તે માટે કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણવ્યું હંતુ કે વ્યારા આઇટીઆઇમાં ઓગસ્ટ ૨૦૧૯માં હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરની એક વર્ષની તાલીમ મેળવી હતી.
જેમાં કોવિડ ૧૯ની મહામારીને કારણે આ તાલિમાર્થીઓની જુલાઇ ૨૦૨૦માં લેવાવનારી પરીક્ષા જે તે સમય મોકુફ રાખવામાં આવી હતી. ત્રણ ત્રણ વાર પરિક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, છતાં એકેય વાર પરીક્ષા યોજી શકાઇ નથી. હાલ આરોગ્ય વિભાગમાં જે તે પદ માટે ભરતી પડી રહી છે. જેમાં મલ્ટી પર્પઝ વર્કરના પદની ભરતીની લાયકાત અનુસાર કોર્ષ પુરો થઈ ગયો છે. લાયકાત હોવા છતાં માર્કસીટના અભાવે તેઓ અરજી કરી શકે તેમ નથી. હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્ષ નોન ટેક્નિકલ ટ્રેડ હોવાથી માસ પ્રમોશન અપાય અથવા જુલાઇ મહીનામાં પહેલા સપ્તાહમાં પરીક્ષા યોજવા રજુઆત કરી છે.