Dakshin Gujarat

ઝઘડિયાની જય અંબે કેમિકલ્સમાં ગેસ લીકેજ થતાં રેપ્ચર ડિશ ફાટી

વિશ્વ પર્યાવરણ દિવસના 2 દિવસ બાદ સોમવારે બપોરે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી. ફાયર ફાઈટરોએ દોડી આવી ગણતરીના સમયમાં જ લીકેજ પર નિયંત્રણ મેળવી લેતાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે કંપનીના સેકન્ડ ફ્લોર પર આવેલા પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.

જે વેળા સવારે 11.30 વાગ્યાના અરસામાં ગ્લાસ લાઈન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં અચાનક રેપ્ચર ડીસ ફાટી હતી. જેના કારણે કોપર પેથાલોસાઈનાઇન CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ બનાવતી કંપનીમાં ગેસ લીકેજ થયો હતો. ફાયર ફાઈટરોને ઘટના ની જાણ કરવા સાથે તેઓએ સ્થળ પર દોડી આવી ગેસ લીકેજ ઉપર નિયંત્રણ મેળવું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઇ નથી. માત્ર ટેન્કમાંથી થોડા સમય સુધી ફાયર બોલ્ટ પણ છૂટ્યા હતા. આ બનાવ અંગે ફાયર સેફ્ટી અને જીપીસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top