વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટભર્યા વાતાવરણમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે વરસાદ પડતા અમુક વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. માત્ર ૨૦ મિનિટના વરસાદમાં જ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જતાં કોર્પોરેશનના પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખુંલી ગઈ હતી.
માત્ર ૨૦ મિનિટના વરસાદમાં જ વડોદરા શહેરના કારેલીબાગ, સમા-સાવલી રોડ અને હરણી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પંદર કલાક બાદ પણ પાણી ઓસરી ગયા ન હતા. જો માત્ર ૧૫ થી ૨૦ મિનિટના વરસાડમાં જ જો વડોદરા શહેરની અમુક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ સર્જાય તો કહી શકાય કે કરોડો રૂપિયા પ્રિ-મોન્સૂન કામગીરીમાં પ્રજા ના રૂપિયા ખર્ચવામાં આવે છે તે પાણી માં જાય છૅ. ચોમાસા પેહલા વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેર વરસાદી ગટર, નાળા, કાંસની સાફસફાઈ કરવામાં આવે છે .જો હજુ તો ચોમાસુ આવવાની બાકી છે જો વડોદરા શહેરમાં એક કે બે કલાકથી વધુ વરસાદ પડે તો વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. નાગરિકો તેનાથી હેરાન-પરેશાન થાય છે. હવે જોવાનું એ છે કે ચોમાસા દરમિયાન વડોદરા શહેરની પરિસ્થિતિ કેવી સર્જાય છે.